મુખ્ય સમાચાર
News of Saturday, 18th June 2022

ટીમ ઇન્‍ડીયાના ઓલ રાઉન્‍ડર હાર્દિકનું મોટુ નિવેદન સામે આવ્‍યું : પૂર્વ કેપ્‍ટન ધોનીએ તેને વધુ સારો ખેલાડી બનવામાં મદદ કરી હતી

પંડ્યાએ કાર્તિકની પ્રશંસા કરી હતી

Hardik Pandya T20: ટીમ ઈન્ડિયાનો ઘાતક ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા હાલમાં શાનદાર ફોર્મમાં ચાલી રહ્યો છે. આ દરમિયાન હાર્દિકે મોટું નિવેદન આપ્યું છે. હાર્દિક પંડ્યાએ ખુલાસો કર્યો કે કેવી રીતે ભૂતપૂર્વ ભારતીય કેપ્ટન એમએસ ધોનીએ તેને તેની કારકિર્દીની શરૂઆતમાં વધુ સારો ખેલાડી બનવામાં મદદ કરી. 28 વર્ષીય પંડ્યાએ તાજેતરમાં દક્ષિણ આફ્રિકા સામેની T20I શ્રેણી દરમિયાન ભારતીય ટીમમાં પુનરાગમન કર્યું હતું.

પંડ્યાએ IPL 2022 સીઝનમાં ગુજરાત ટાઇટન્સનું નેતૃત્વ કર્યું હતું, જ્યાં ટીમે તેના પ્રથમ વર્ષમાં જ શાનદાર જીત નોંધાવી હતી. પંડ્યાએ સિઝનમાં 487 રન બનાવ્યા અને 8 વિકેટ પણ લીધી. તેના ફોર્મને જોતા તેને મહિનાના અંતમાં આયર્લેન્ડ સામેની બે મેચની T20 શ્રેણી માટે ભારતીય ટીમનો કેપ્ટન બનાવવામાં આવ્યો હતો. પંડ્યાએ BCCI.TVમાં કહ્યું, ‘જ્યારે મેં મારી કારકિર્દીની શરૂઆત કરી, ત્યારે માહી ભાઈએ મને એક વાત શીખવી. મેં તેને પૂછ્યું કે તમે દબાણને કેવી રીતે હેન્ડલ કરો છો, તો તેમણે મને ખૂબ જ સરળ સલાહ આપી, તમારા સ્કોર વિશે વિચારવાનું બંધ કરો અને તમારી ટીમ વિશે વિચારવાનું શરૂ કરો.

હાર્દિકે પાંચ મેચની શ્રેણી દરમિયાન સારી બેટિંગ કરી, તેણે ચાર મેચમાં 58.50ની સરેરાશથી 153.94ના સ્ટ્રાઈક રેટથી 117 રન બનાવ્યા. દિનેશ કાર્તિક સાથેની તેની ભાગીદારીએ ટીમને રાજકોટમાં ચોથી T20I જીતવામાં મદદ કરી. પાંચ મેચની શ્રેણીમાં બંને ટીમો 2-2 થી બરાબરી પર છે. હવે શ્રેણીની અંતિમ મેચ બેંગ્લોરમાં રવિવારે (19 જૂન) રમાશે. પંડ્યાએ કાર્તિકની પ્રશંસા કરતા કહ્યું કે તેણે ટીમમાં શાનદાર વાપસી કરી છે અને તે મારા માટે પ્રેરણા છે.

(10:17 pm IST)