મુખ્ય સમાચાર
News of Saturday, 18th June 2022

એક વિડીયો વાઇરલ થયો : જેમાં ર મહિલા ૪ બાળકો બાઇક પર બેસીને રોડ પર વળાંક લે છે અને પછી ૭ લોકો એક જ બાઇક પર બેસીને આગળ જાય છે : નિયમ કહે છે આ ખોટુ છે

ભારતીયો હંમેશા પોતાના દેશી જુગાડ માટે ચર્ચામાં રહે છે. ભારતીયોનાના અનેક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા હોય છે. આવા વીડિયો લોકોને ખુબ હસાવે છે અને વિચારવા મજબૂર કરી દે છે કે આવુ પણ થઈ શકે છે. આપણા લોકો એવી વસ્તુઓ બનાવવા માટે જુગાડ ટેક્નોલોજીનો ઉપયોગ કરે છે, જેને જોઈને દુનિયા દંગ રહી જાય છે પણ કેટલીકવાર આ દેશી જુગાડ આપણને ખતરનાક સ્થિતીમાં મુકી દે છે.

હાલમાં એવો જ એક વીડિયો વાયરલ  થયો છે, જેને જોઈને તમે કહેશો - ભાઈ, આવુ ના કરાય.

વીડિયોમાં તમે જોઈ શકો છો કે એક વ્યક્તિ રોડની બાજુમાં બાઈક લઈને ઉભો છે. તેની સાથે 2 મહિલાઓ અને 4 બાળકો હતા, જેઓ બાઈક પર બેસીને રોડ પર વળાંક લે છે અને પછી 7 લોકો એક જ બાઈક પર બેસીને આગળ જાય છે. નિયમો મુજબ આ ખોટુ છે. થોડા પૈસા બચાવવા આવા કામ કરી પોતાના જીવને જોખમમાં મુકવુ પણ ખોટુ છે. આ વીડિયોને જોયા બાદ સોશિયલ મીડિયા પર ઘણા યુઝર્સ ગુસ્સે થઈ રહ્યા છે, જ્યારે ઘણા લોકો આવા વ્યક્તિની બેદરકારી પર ગુસ્સે થઈ રહ્યા છે.

આ વાયરલ વીડિયો IPS દિપાંશુ કાબરાએ ટ્વિટર પર શેયર કર્યો છે. હમણાં સુધી આ વીડિયોને 16 હજારથી વધુ લોકો જોઈ ચૂક્યા છે. આ વાયરલ વીડિયો પર લોકો પોતાના વિચાર પણ મુકી રહ્યા છે.

એક યુઝરે લખ્યુ કે આની ગાડી આત્મહત્યા કરી લેશે. એક બીજા યુઝરે લખ્યુ કે આ વ્યકિત ટ્રાફિકના નિયમોને નજર અંદાજ કરીને પરિવારજનોના જીવન જોખમમાં મુકી રહ્યો છે.

(10:36 pm IST)