મુખ્ય સમાચાર
News of Saturday, 18th June 2022

ભારતના પશ્ચિમ કાંઠે ૨૪ જૂન પછી ભારે થી અતિ ભારે વરસાદની સંભાવના

ભારતના પશ્ચિમ કાંઠે આવતા અઠવાડિયે, ૨૪ જૂન પછી ભારે થી અતિ ભારે વરસાદ પડે તેવી સંભાવના જાણીતા વેધરમેન કેન્નીએ જણાવી છે. 

બંગાળના અખાતમાં લો પ્રેશર એરિયાના અભાવે દેશમાં જોઈએ તેવું સાર્વત્રિક ચોમાસુ હજી જામતું નથી તેમ પણ વેધર મેન કેન્ની તેમના ટ્વિટર હેન્ડલ ઉપર જણાવે છે. 

દરમિયાન ગુજરાતના એક વેધર શાસ્ત્રીએ ૨૩ જૂનથી ૩ જુલાઇએ વચ્ચે સૌરાષ્ટ્ર ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ પડવાની સંભાવના પણ દર્શાવી છે. જો કે ચોક્કસ વિગતો હવે આપશે તેમ પણ જણાવ્યું છે.

(12:49 am IST)