મુખ્ય સમાચાર
News of Friday, 17th September 2021

લાલ કિલ્લા પર હિંસાના આરોપી લખબીર સિંહ ઉર્ફે લાખા સિઘાનાને આગોતરા જામીન આપ્યા

પ્રજાસત્તાક દિવસ નિમિત્તે 26મી જાન્યુઆરીના દિવસે લાલ કિલ્લા પર હિંસાના આરોપી હતો

નવી દિલ્હી :પ્રજાસત્તાક દિવસ નિમિત્તે 26મી જાન્યુઆરીના દિવસે લાલ કિલ્લા પર હિંસાના આરોપી  લખબીર સિંહ ઉર્ફે લાખા સિઘાનાને દિલ્હીની રોહિણી કોર્ટે આગોતરા જામીન આપ્યા છે. આરોપીના વકીલે જણાવ્યું હતું કે મારા વાદી તપાસમાં સામેલ થયા છે અને એજન્શીને પુરો સહકાર આપી રહ્યા છે.અને સરકાર તરફથી હાજર વકીલે તેનો વિરોધ કર્યો હતો,અને કહ્યું હતું કે તમામ પ્રદર્શનકારીઓને લાલ કિલ્લા પર બોલાવવાનું કામ આરોપીએ કર્યો હતો અને તે ષડયંત્ર રચનાર છે અને તે જ મુખ્ય આરોપી છે.

 અત્રે ઉલ્લેખનીય છે કે, 26 જાન્યુઆરીએ ત્રણ કૃષિ કાયદાનો વિરોધ કરી રહેલા ખેડૂતોએ ટ્રેક્ટર રેલી કાઢી હતી. આ દરમિયાન પોલીસ સાથે ઝઘડો થયો હતો. મોટી સંખ્યામાં ખેડૂતો લાલ કિલ્લામાં પ્રવેશ્યા હતા અને ત્યાં એક ગુંબજ પર ધાર્મિક ધ્વજ ફરકાવ્યો હતો. આ હિંસામાં ઘણા પોલીસકર્મીઓ ઘાયલ થયા હતા.

લખબીર સિંહ ઉર્ફે લાખા સિધાણા પંજાબનો ગેંગસ્ટર છે. જેના પર ઉશ્કેરણીજનક ભાષણો આપીને લોકોને ઉશ્કેરવાનો આરોપ છે. પોલીસના જણાવ્યા અનુસાર, જ્યારે 26 જાન્યુઆરીની ખેડૂત હિંસામાં પકડાયેલા દીપ સિદ્ધુએ 25 જાન્યુઆરીએ સિંઘુ સરહદ પર ઉશ્કેરણીજનક ભાષણ આપ્યું ત્યારે લાખા સિધાણા પણ ત્યાં હાજર હતા.

(12:46 am IST)