મુખ્ય સમાચાર
News of Saturday, 18th September 2021

૧૬ વર્ષથી ઓછી ઉંમરનાને સ્ટેડીયમમાં એન્ટ્રી નહીઃ RTPCR રિપોર્ટ ફરજીયાત

દુબઈમાં મેચ નિહાળવા જનાર દર્શકો માટે આકાર નિયમો

નવીદિલ્હીઃ આઈપીએલના બીજા ચરણમાં દર્શકોને પ્રવેશ મળશે. જેની શરૂઆત આવતીકાલ ૧૯ સપ્ટેમ્બરથી મુંબઈ અને ચેન્નઈ મેચથી થશે. યુએઈમાં કોરોનાની શરૂઆત બાદ પહેલીવાર દર્શકો સ્ટેડિયમમાં આવશે. ટૂર્નામેન્ટની ૩૧ મેચ દુબઈ, અબુધાબી અને શારજાહમાં રમાશે. મેચ માટે ટિકિટની વહેંચણીની શરૂઆત થઇ ગઇ છે.

સ્ટેડિયમમાં સીમિત સંખ્યામાં દર્શકો આવશે અને તેના માટે સખત -ોટોકોલ બનાવવામાં આવ્યા છે. અમીરાત ક્રિકેટ બોર્ડના જનરલ સેક્રેટરી મુબાશિર ઉસ્માનીએ કહ્યું,  સ્ટેડિયમમાં આવનાર દર્શકની ઉંમર ઓછામાં ઓછી ૧૬ વર્ષની હોવી જોઇએ. સ્ટેડિયમમાં પ્રવેશ પહેલા પીસીઆર કોરોના ટેસ્ટની નેગેટીવ રિપોર્ટ બતાવવી ફરજીયાત છે, રિપોર્ટ ૪૮ કલાકથી જૂનો ન હોવો જોઈએ. ફૂલી કોવિડ-૧૯ વેકસીનેટેડ હોવુ ફરજીયાત છે. તો સાથે અલ હોસન એપમાં ગ્રીન સ્ટેટસ હોવું ફરજીયાત છે.  મેદાનમાં બધાંએ માસ્ક લગાવવાનું રહેશે. લોકોએ સામાજીક અંતરનું પણ પાલન કરવાનું રહેશે.

(12:59 pm IST)