મુખ્ય સમાચાર
News of Saturday, 18th September 2021

બળજબરીથી ખ્રિસ્તી ધર્મમાં રૂપાંતર કરાવનાર આરોપી સામેનો કેસ સુપ્રીમ કોર્ટે ફગાવ્યો : ધર્માન્તર કરનાર વ્યક્તિએ સ્વૈચ્છીક ધર્માન્તર કર્યું હોવાની જુબાની આપી : ચોક્કસ વ્યક્તિઓ દ્વારા કાગળના ટુકડા ઉપર હસ્તાક્ષર લઇ આરોપી વિરુદ્ધ કેસ કરાયો હોવાની કેફિયત

ન્યુદિલ્હી : બળજબરીથી ખ્રિસ્તી ધર્મમાં રૂપાંતર કરાવનાર આરોપી સામેનો કેસ  સુપ્રીમ કોર્ટે ફગાવ્યો છે. ધર્માન્તર કરનાર વ્યક્તિએ સ્વૈચ્છીક ધર્માન્તર કર્યું હોવાની જુબાની આપી હતી.તથા જણાવ્યું હતું કે ચોક્કસ વ્યક્તિઓ દ્વારા કાગળના ટુકડા ઉપર હસ્તાક્ષર લઇ આરોપી વિરુદ્ધ કેસ કરાયો  હતો.

ફરિયાદી અનુસાર, જ્યોર્જ મંગલાપીલીએ એક ધર્મેન્દર દોહરને ખ્રિસ્તી ધર્મમાં બદલ્યો હતો. તેમની સામે ભારતીય દંડ સંહિતાની કલમ 153 (B) (1) અને 295-A અને M.P. ધર્મની સ્વતંત્રતા અધિનિયમ, 1968.
ત્યાર બાદની સુનાવણીમાં, ધર્મેન્દર દોહરે તેમના ઉલટ તપાસમાં ઇન્કાર કર્યો હતો કે તેઓ આરોપી દ્વારા રૂપાંતરિત થયા હતા.

ધર્મેન્દર દોહરની જુબાનીને ધ્યાને લઇ નામદાર કોર્ટે આરોપી વિરુદ્ધનો કેસ ફગાવી દીધો હતો.તેવું એલ.એલ.દ્વારા જાણવા મળે છે.

(8:03 pm IST)