મુખ્ય સમાચાર
News of Sunday, 18th October 2020

ભારતની 14 ટકા વસતિ કુપોષણનો શિકાર : વિશ્વસ્તરીય ભૂખ સૂચકાંકમાં ભારત 94 માં ક્રમે : નેપાળ ,બાંગલાદેશ,તથા પાકિસ્તાનની હાલત ભારત કરતા વધુ સારી

ન્યુદિલ્હી : 2020 ની સાલના 107 દેશોના  વિશ્વસ્તરીય ભૂખ સૂચકાંકમાં ભારત 94 માં ક્રમે ધકેલાયું છે. ગયા વર્ષે તે 102 માં ક્રમે હતું. તેના કરતા ચોક્કસ સુધારો થયો છે. પરંતુ  નેપાળ ,બાંગલાદેશ,તથા પાકિસ્તાનની હાલત  ભારત કરતા  વધુ સારી છે.
આ દેશો પૈકી બાંગલાદેશ  75 માં ક્રમે ,મ્યાનમારે 78 માં ,પાકિસ્તાન 88 માં તથા નેપાળ 73 માં ક્રમે છે.જયારે  ભારત કરતા પણ  કુપોષણ નું પ્રમાણ વધુ ધરાવતા દેશોમાં ચીન ,બેલારુસ ,યુક્રેન ,તુરમી ,કયુબા ,તથા કુવેત સહિતના 17 દેશોનો સમાવેશ થાય છે.
ભારતની  14 ટકા વસતિ  કુપોષણનો  શિકાર  બનેલી છે.જેમાં બિહાર , ઉત્તર પ્રદેશ  તથા ,મધ્યપ્રદેશ અગ્રક્રમે છે.તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે .

 

(7:22 pm IST)