મુખ્ય સમાચાર
News of Sunday, 18th October 2020

નવી કોલેજ અને યુનિવર્સિટી ખોલવા ઇચ્છે છે , જુના કાનૂન બદલે કેન્દ્ર : દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ

નવી દિલ્હી : દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલએ કેન્દ્ર સરકારને અંગ્રેજોના જમાનાના દિલ્હી યુનિવર્સિટી એકટના સેકશન પ (ર) ને ખતમ કરવાની માંગ કરી છે જેને લઇ નવી કોલેજ દિલ્હી યુનિવર્સિટીથી સંબંધ થઇને જ ખુલી શકે એમણે કહ્યું અમે નવી કોલેજ અને યુનિવર્સિટી ખોલવા ઇચ્છીએ છીએ અને પુરી આશા છે કે સરકાર આ જુના કાનૂનને બદલશે.

(9:55 pm IST)