મુખ્ય સમાચાર
News of Sunday, 18th October 2020

ડેકકન ક્રોનિકલ છેતરપિંડી કેસમાં ઇડીએ રૂપિયા ૧રર કરોડની સંપતિ જપ્ત કરી

નવી દિલ્હી : ઇડીએ મની લોન્ડરીંગ મામલામાં અસ્થાયી રીતથી ડેકકન ક્રોનિકલ હોલ્ડીંગ્સ (ડીસીએચએલ) અને એના ર પૂર્વ પ્રોમટરની રૂપિયા ૧રર.૧પ કરોડની અચલ સંપતિ જપ્ત કરી છે. આમાં દિલ્હી, હૈદરાબાદ અને ચેન્નાઇની ૧૪ સંપતિઓ સામેલ છે ડીસીએચએલ અને એના ર પૂર્વ પ્રમોટરો ટી. વેંકટરામ રેડ્ડી અને ટી. વિનાયક રવિરેડ્ડી પર રૂપિયા ૮૧૮૦ કરોડના કરજ છેતરપીંડીનો આરોપ છે.

(9:56 pm IST)