મુખ્ય સમાચાર
News of Sunday, 18th October 2020

પ્રધાનમંત્રી નરેન્દ્રમોદી આલોચના કરે તો પણ સ્વાગત છે : ચિરાગ પાસવાન

મારે પ્રધાનમંત્રી નરેન્દ્રમોદીજીનું સન્માન કેમ ન કરવું જોઈએ :ચિરાગ પાસવાન : બિહાર માટે પણ જાગૃત છીએ અને વિચારી શકીએ છીએ બિહાર રાજ્યએ તેમને પહેલા જ ૧૫ વર્ષ આપ્યા છે

પટણા,તા.૧૮ : બિહાર વિધાનસભા ચૂંટણી પહેલા એનડીએથી અલગ થયેલી એલજેપીના બળવાખોર તેવર મુખ્યમંત્રી નીતિશકુમાર સામે ચાલુ જ છે. આ જ ક્રમમાં એલજેપી ચીફ ચિરાગ પાસવાને નીતિશકુમારને યુવા વિરોધી ગણાવી દીધા છે. તેમણે કહ્યું કે મુખ્યમંત્રી રોજગારની તક આપવાની વાત તો દૂર, ચર્ચા સુદ્ધા કરતા નથી. ચિરાગે કહ્યું કે *મારું માનવું છે કે બિહારના સીએમએ નીતિઓને લાગુ કરવાની બંધ કરી દીધી અને સંતૃપ્ત થઈ ગયા. તેમણે યુવા નેતાઓને ફગાવી દીધા, તેમને અનુભવહીન કહ્યાં. પરંતુ તેમણે પોતે જેપી આંદોલન દરમિયાન એક યુવા કાર્યકર તરીકે શરૂઆત કરી. અમે બિહાર માટે પણ જાગૃત છીએ અને વિચારી શકીએ છીએ. રાજ્યએ તેમને પહેલા જ ૧૫ વર્ષ આપ્યા છે. એલજેપી નેતાએ વધુમાં કહ્યું કે મારે મોદીજીનું સન્માન કેમ ન કરવું જોઈએ. મારા પિતા આઈસીયુમાં દાખલ હતાં ત્યારે ફક્ત તેમણે મને ટેકો આપ્યો. સીએમ એલજેપી અને ભાજપ વચ્ચે અંતર અને શપથને ચિત્રિત કરવા માટે ઉત્સુક છે. હું એમ કહીને આ ડરને દૂર કરા માંગીશ કે હું પ્રધાનમંત્રી અને ભાજપના નેતાઓની આલોચનાનું સ્વાગત કરું છું. તેમણે કહ્યું કે અમિત શાહે સાચું કહ્યું છે. હું સાત નિશ્ચય સાથે ચાલી શકું તેમ નહતો. મેં ગૃહમંત્રીને હાથ જોડીને કહી દીધુ હતું. હનુમાનવાળા નિવેદન પર ચિરાગે કહ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી મારા હદયમાં છે. જ્યારે પપ્પાના આઈસીયુ બહાર હું એકલો ઊભો રહેતો હતો ત્યારે તેમના દિવસમાં બેવાર ફોન આવતા હતાં. એ મારી વ્યક્તિગત આસ્થાનો સવાલ છે. પીએમ મારા હદયમાં છે અને રહેશે. તેમની પાસેથી પ્રેરણા લઈને જ મે બિહાર ફર્સ્ટ બિહારી ફર્સ્ટની જાહેરાત કરી છે.  ચિરાગે કહ્યું કે મારા હદયમાં જો પ્રધાનમંત્રી છે તો મુખ્યમંત્રી ગમે તેટલી કોશિશ કરે, તે ખતમ થવાની નથી. મારા ખ્યાલથી સીએમએ તમામ પ્રચાર અભિયાનમાં એ જ બતાવી દીધુ કે બધા મારી ટીકા કરે. પરંતુ મારી બધાને વિનંતી છે કે મારી ગમે તેટલી ટીકા કરો, પણ મારી પાર્ટી..જે માતા સમાન હોય છે, જેને પિતાજીએ બનાવી છે, તેને 'વોટ કટવા પાર્ટી'નું નામ ન આપો. 'વોટ કટવા પાર્ટી' કહેવું એ મારા દિવંગત પિતાજીનું અપમાન હશે.

(7:26 pm IST)