મુખ્ય સમાચાર
News of Sunday, 18th October 2020

એમએફની ખરીદી-વેચાણનો સમય ત્રણ વાગ્યા સુધી કરાયો

મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરનાર માટે સારા સમાચાર : આજથી નવો નિયમ અમલી : કોરોનાના લીધે એમએફની ખરીદી-વેચાણ માટે કટ ઓફ ટાઈમ ઓછો કર્યો હતો

મુંબઈ, તા. ૧૮ : શેર બજાર નિયામક ભારતીય પ્રતિભૂતિ અને વિનિમય બોર્ડે ઈક્વીટી મ્યુચ્યુઅલ ફંડની ખરીદી અને વેચાણનો સમય બદલીને એકવાર ફરી ૩ વાગ્યા સુધીનો કરી દીધો છે. હવે આ ફેરફાર બાદ રોકાણકારોને મ્યુચ્યુઅલ ફંડ ખરીદવા અને વેચવા માટે વધારે સમય મળશે. જોકે, ડેટ મ્યુચ્યુઅલ ફંડ સ્કીમ અને કન્ઝરવેટિવ હાઈબ્રિડ ફંડ્સની ખરીદી વેચાણના સમયમાં ફેરફાર નથી કરવામાં આવ્યો. મ્યુચ્યુઅલ ફંડની ખરીદી-વેચાણનો આ નવું ટાઈમ ટેબલ ૧૯ ઓક્ટોબરથી લાગુ થશે. સેબીના નિર્ણયની જાણકારી આપતા મ્યુચ્યુઅલ ફંડ રેગ્યુલેટ કરતી સંસ્તા એસોસિએશન ઓફ મ્યુચ્યુઅલ ફંડ ઈન ઈન્ડીયાના ચેરમેન નિલેશ શાહે ટ્વીટ કરી કહ્યું કે, ઈક્વિટી મ્યુચ્યુઅઅલ ફંડના કટઓફ ટાઈમિંગમાં ફેરફાર કરવામાં આવ્યો છે.

             નિલેશ શાહે ટ્વીટ કરી કહ્યું કે, હવે ઈક્વિટી મ્યુચ્યુઅલ ફંડની યૂનિટને ખરીદવા હોય કે વેચવા હોય તો, બંને માટે ત્રણ વાગ્યો સમય રહેશે. તમામ સ્કીમના સબસ્ક્રિપ્શન અને રિડિમ્પશનનો કટ ઓફ ટાઈમ ફરીથી ૩ વાગ્યાનો થઈ ગયો છે, માત્ર એવા ફંડને છઓડી જે ડેટ અને કન્ઝર્વેટિવ હાઈબ્રિડ ફંડ્સની કેટેગરીમાં આવતા હોય. આ ઈક્વિટી મ્યુચ્યુઅલ ફંડની તમામ સ્કીમ માટે લાગુ થશે. પરંતુ ડેટ સ્કીમ અને કન્ઝરવેટિવ હાઈબ્રિડ ફંડ્સની ખરીદી-વેચાણનો સમય જીઈમ્ૈંના આગામી આદેશ સુધી નહીં બદલવામાં આવે. તમને જણાવી દઈએ કે, સેબીએ થોડા જ સમય પહેલા ૩ વાગ્યાના સમયને બદલી ૧૨.૩૦ કરી દીધો હતો. હવે ફરીથી આને જુના સમય પર લાવવામાં આવ્યો છે. તેનો ફાયદો એ થશે કે, રોકાણકારો પાસે તે દિવસની એનએવી મેળવવા માટે હવે વધારે સમય હશે. સેબીએ એપ્રિલમાં કોરોના વાયરસ મહામારીના કારણે મ્યુચ્યુઅલ ફંડ યુનિટ્સની ખરીદી અને વેચાણ માટે કટ ઓફ ટાઈમને ઓછો કરી દીધો હતો. તેમાં લિક્વીડ અને ઓવરનાઈટ સ્કીમ પણ સામેલ હતી. લિક્વીડ, ઓવરનાઈટ ફંડની ખરીદી-વેચાણ માટે ૧૨.૩૦થી ૧.૩૦ સુધીનો સમય છે. તો, ડેટ-કન્ઝરવેટિવ હાઈબ્રિડ ફંડ્સ માટે આ સમય ૧ વાગ્યાનો છે.

(9:16 pm IST)