મુખ્ય સમાચાર
News of Sunday, 18th October 2020

IPL -2020 :દિલધડક મેચમાં સનરાઈઝ હૈદરાબાદને સુપર ઓવરમાં કોલક્તા નાઈટ્ રાઇડર્સે હરાવ્યું

હૈદરાબાદે 20 ઓવરમાં 163 રન બનાવ્યા અને મેચ ટાઇ થઇ: કોલકાતાને જીત માટે માત્ર ત્રણ રનનો ટારગેટ મળ્યો: ગેમ ચેન્જર ફર્ગ્યૂસને સુપર ઓવરમાં હૈદરાબાદને 2 જ રન આપ્યા :કોલકાતા નાઇટ રાઇડર્સની પાંચમી જીત

મુંબઈ : આઇપીએલની 13મી સીઝનના 35માં મુકાબલાને કોલકાતા નાઇટ રાઇડર્સે પોતાના નામે કરી છે રવિવારે અબુ ધાબીમાં તેણે સનરાઇઝર્સ હૈદરાબાદને સુપર ઓવરમાં માત આપી છે  સનરાઇઝર્સ હૈદરાબાદે 164 રનના લક્ષ્‍યાંકનો પીછો કરતા 20 ઓવરમાં 163/6 રન બનાવ્યા અને મેચ ટાઇ થઇ ગઇ. સુપર ઓવરમાં કોલકાતાને જીત માટે ત્રણ રનનો ટારગેટ મળ્યો હતો, જેને કેપ્ટન ઇયોન મૉર્ગન અને દિનેશ કાર્તિકની જોડીએ સરળતાથી હાંસલ કર્યો હતો

જોકે, સુપર ઓવરમાં કોલકાતાના ઝડપી બોલર લોકી ફર્ગ્યૂસન ગેમ ચેન્જર સાબિત થઇ. આ સીઝનની પહેલી મેચ રમી રહેલા ફર્ગ્યૂસને સુપર ઓવરમાં હૈદરાબાદને 2 જ રન બનાવવા દીધા અને ડેવિડ વૉર્નર અને અબ્દુલ સમદને બોલ્ડ કર્યા. જ્યારબાદ કોલકાતાને બે બોલ બાકી રહેતા ત્રણ રન બનાવી લીધા અને હૈદરાબાદે જીત મેળવી લીધી. રશિદ ખાનની આ ઓવર હતી.

કોલકાતા નાઇટ રાઇડર્સની આ પાંચમી જીત રહી. 9 મેચમાં 10 પોઇન્ટ સાથે તેઓ ચોથા સ્થાને યથાવત્ રહ્યા. કોલકાતાએ હૈદરાબાદને આ સીઝનના ગત મુકાબલામાં પણ હરાવ્યું હતું. સનરાઇઝર્સ હૈદરાબાદની આ છઠ્ઠી હાર રહી. 9 મેચોમાં 6 પોઇન્ટ સાથે તેઓ પાંચમા સ્થાને બની રહી છે.

(9:39 pm IST)