તામિલ અભિનેત્રી અને કોંગ્રેસમાથી ભાજપમાં આવેલા ખુશ્બુ સુંદરની કારને કન્ટેનરે ટક્કર મારીઃ જાનહાની નથીઃ કારમાં નુકશાન
મલ્લમારુવથુર:તામિલનાડુમાં ભાજપના નેતા ખુશ્બુ સુંદરને મલ્લામારુવથુર પાસે અકસ્માતનો નડયો હતો. અકસ્માતમાં તેમની ગાડીને ખુબ નુકસાન થયું. જો કે તેમને કોઈ ઈજા થઈ નથી. ખુશ્બુ સુંદરે આ અકસ્માતની જાણકારી ટ્વિટ કરીને આપી હતી.
ખુશ્બુ સુંદરે ટ્વિટર પર લખ્યું કે તેમની કારનો અકસ્માત થયો. તેમની કારને મલ્લમારુવથુર પાસે એક કન્ટેઈનરે ટક્કર મારી. તેઓ કુડ્ડાલોર જઈ રહ્યા હતા. જ્યાં તેઓ વેલયાત્રઈમાં ભાગ લેવાના હતા. તેમણે લખ્યું કે ભગવાન મુરુગને તેમને બચાવી લીધા. તેમના પતિને ભગવાન મુરુગન પર અપાર શ્રદ્ધા છે. તેમણે જણાવ્યું કે પોલીસ આ મામલે તપાસ કરી રહી છે.
ખુશ્બુ સુંદરે કહ્યું કે દુર્ઘટના અંગે અટકળો ન કરો. તેમની કાર યોગ્ય રીતે આગળ વધી રહી હતી. ખોટી લેનમાં આવી ગયેલા કન્ટેઈનરે તેમની ગાડીને ટક્કર મારી. પોલીસ કન્ટેઈનરના ડ્રાઈવરની પૂછપરછ કરી રહી છે.
અત્રે જણાવવાનું કે ખુશ્બુ સુંદર હાલમાં જ કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાયા હતા. તેમણે એમ કહીને પાર્ટી છોડી કે કોંગ્રેસમાં સામાન્ય કાર્યકરોનું સન્માન થતું નથી. ખુશ્બુ સુંદર ટોચની તામિલ અભિનેત્રી હતા. તેમણે તેલુગુ અને કન્નડ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પણ કામ કર્યું છે.