News of Thursday, 18th November 2021
CBSE - ICSE બોર્ડની ધો. ૧૦ - ૧૨ની પરીક્ષા ઓફલાઇન મોડમાં થશે : સુપ્રિમ કોર્ટ
નવી દિલ્હી તા. ૧૮ : સુપ્રીમ કોર્ટે CBSE અને ICSE બોર્ડની ૧૦માં અને ૧૨માં ધોરણમાં પરીક્ષામાં બેસનારા વિદ્યાર્થીઓને માટે હાઈબ્રીડ માધ્યમ એટલે કે ઓનલાઈન અને ઓફલાઈન બંનેનો વિકલ્પ આપવાની અરજીને નકારી છે. સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે સીબીએસઈ બોર્ડની પરીક્ષા પહેલાથી શરૂ થઈ ચૂકી છે અને તેમાં પ્રક્રિયામાં હસ્તક્ષેપ કરવો યોગ્ય નથી.
સુપ્રીમ કોર્ટે હાઈબ્રીડ પરીક્ષા કરાવવાની અરજીને નકારી છે. પરીક્ષા મોડમાં કોઈ ફેરફાર કરાશે નહીં. પરીક્ષાઓ ઓફલાઈન મોડમાં જ લેવાશે. કોર્ટે કહ્યું છે કે પરીક્ષાઓ પૂરી થઈ ચૂકી છે. આ સ્તરે પરીક્ષામાં ખલેલ કરવું યોગ્ય રહેશે નહીં.
(3:32 pm IST)