મુખ્ય સમાચાર
News of Sunday, 19th March 2023

શતાબ્દી એક્સપ્રેસમાં અચાનક પહોંચ્યા રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ : મુસાફરો પાસેથી લીધો અભિપ્રાય

રેલવે મંત્રી અનેક બોગીઓમાં ફર્યા અને લોકો પાસેથી ટ્રેનના ફિડબેક પણ લીધા

નવી દિલ્હી : રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ ઘણી વખત રેલવેમાં ઓચિંતી મુલાકાત કરવા જતા હોય છે. ખાસ વાત એ છે કે તે યાત્રીઓ સાથે ઘણી વાતો કરે છે અને રેલવેને લગતા ઘણા પ્રશ્નો પણ પૂછે છે. તેના ઘણા વીડિયો અગાઉ સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે. ત્યારે આજે તેમણે અચાનક નવી દિલ્હીથી અજમેર જતી શતાબ્દી એક્સપ્રેસનું નિરીક્ષણ કરવા પહોચ્યાં હતા. રેલવે મંત્રી અનેક બોગીઓમાં ફર્યા અને લોકો પાસેથી ટ્રેનના ફિડબેક પણ લીધા હતા. ત્યારે તેમની આ મુલાકાત દરમિયાન તેમની સાથે અધિકારીઓ પણ હાજર રહ્યા હતા.

(10:54 pm IST)