મુખ્ય સમાચાર
News of Wednesday, 19th May 2021

નેપાળના લામજુંગમાં 5.8ની તીવ્રતાનો ભયાનક ભૂકંપ : જમ્મુ-કાશ્મીર અને આસામમાં પણ આંચકા અનુભવાયા

નેપાળમાં ભૂકંપ આવતા ડઝન જેટલા મકાનો જમીનદોસ્ત:અનેક લોકો ઘાયલ

નવી દિલ્હી : નેપાળમાં ભૂકંપ આવતા ડઝન જેટલા મકાનો જમીનદોસ્ત થયા છે અને અનેક લોકો ઘાયલ પણ થયા હતા. નેપાળના લામજુંગ જિલ્લામાં બુધવારે 5.8ની તીવ્રતાનો ભુકંપનો આંચકો આવ્યો હતો, જેમાં ઓછામાં ઓછા છ લોકો ઘાયલ થયા હતા અને ડઝનેક ઘરોને નુકસાન પહોંચ્યું હતું. બીજી તરફ ભારતના જમ્મુ-કાશ્મીરની સાથે આસામમાં પણ હળવા આંચકા અનુભવાયા હતા.

, નેપાળમાં સવારે 5.42 વાગે ભૂકંપ આવ્યો હતો, જેનું કેન્દ્ર બિંદુ જિલ્લાના માર્શયંગડી ગ્રામીણ નગર પાલિકામાં સ્થિત હતું. મીડિયા રિપોર્ટ અનુસાર 5.8ની તીવ્રતાના ભૂકંપથી ડઝન જેટલા ઘરો ક્ષતિગ્રસ્ત થયા છે. બાદમાં સવારે 8.16 વાગ્યે અને 8.26 વાગ્યે 4.0 અને 5.3ની તીવ્રતાના બે આંચાકાઓ પણ આવ્યા હતા. જિલ્લામાં પ્રથમ ભૂકંપ આવ્યા બાદથી સવારે 10 વાગ્યા સુધીમાં 20 નાના ઝડટા અનુભવાયા હતા.

(10:55 pm IST)