મુખ્ય સમાચાર
News of Saturday, 19th June 2021

વિશ્વનો દર ચોથો ભારતીય ટીબીનો દર્દી

૨૦૨૫ સુધીમાં કઈ રીતે ખતમ થશે વર્ષો જૂની બીમારીᅠ

નવી દિલ્‍હી તા. ૧૯ : માર્ચ ૨૦૧૮માં વડાપ્રધાન નરેન્‍દ્ર મોદીએᅠટીબી મુક્‍ત ભારત અભિયાનની શરૂઆત કરી હતી. તે સમયે પીએમ મોદીએᅠકહ્યું હતું કે વિશ્વએᅠટીબીનેᅠખત્‍મᅠકરવા માટે ૨૦૩૦નોᅠસમય નક્કી કર્યો છે. પરંતુ ભારતેᅠતેમનુંᅠઆ લક્ષ્ય સમય નક્કી કરવામાં આવ્‍યો છે.ᅠ ભારતનું લક્ષ્ય છે કે ૨૦૨૫ સુધી દેશનેᅠટીબી મુક્‍ત કરવામાં આવે.ᅠ

ભારત માટે આ એલાન એટલે મહત્‍વનું છે કારણકે WHOના જણાવ્‍યા મુજબ, વિશ્વમાં સૌથી વધુ ટીબીના દર્દી ભારતમાં જ છે. ૨૦૨૫માં હવેᅠસાડા ચારથી પણ ઓછો સમય બચ્‍યો છે. એવામાં શું એટલા ઓછા સમયમાં હજારો વર્ષ જૂની બીમારીથી પીછો છોડવો શક્‍યᅠછે. આંકડા જણાવે છે કે આ લક્ષ્યને મેળવવામાં ભારતને વધુ સમય લાગી શકે છે.ᅠ

WHOના જણાવ્‍યા મુજબ, દર વર્ષે વિશ્વમાં જેટલા ટીબીના દર્દી નોંધાય છે. તેમાંથી સૌથી વધુ કેસ ભારતમાં હોય છે. WHOના ગ્‍લોબલ ટ્‍યુબરકુલોસિસᅠરિપોર્ટ ૨૦૨૦ના માનવામાં આવે તો ૨૦૧૯માં વિશ્વમાં ટીબીનાᅠ૨૬ ટકા કેસ ભારતમાં સામે આવ્‍યા છે. એટલે ૨૦૧૯માં વિશ્વમાં મળતો ટીબીનો દર ચોથો દર્દી ભારતીય હતો. ભારત બાદ બીજા નંબર પર ઇન્‍ડોનેશિયા અને ત્‍યારબાદ ત્રીજા નંબર ચીન છે.

 

(11:43 am IST)