મુખ્ય સમાચાર
News of Saturday, 19th June 2021

૭૪ દિવસ પછી સૌથી ઓછા એક્‍ટિવ કેસ નોંધાયાઃ ૨૪ કલાકમાં ૬૦,૭૫૩ નવા કેસ

છેલ્લા ૨૪ કલાકમાં દેશમાં કોરોના વાયરસથી ૧,૬૪૭ લોકોનાં મોત થયા છે : કુલ કેસની સંખ્‍યા ૨.૯૮ કરોડ અને સાજા થયેલા લોકોની સંખ્‍યા ૨.૮૬ કરોડ થઈ છે

નવી દિલ્‍હી, તા.૧૯: દેશમાં કોરોના વાયરસના કેસમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. કેન્‍દ્રીય સ્‍વાસ્‍થ્‍ય મંત્રાલય તરફથી જાહેર કરવામાં આવેલા આંકડા પ્રમાણે દેશમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોના વાયરસના નવા ૬૦,૭૫૩ કેસ નોંધાયા છે. આ સમય દરમિયાન દેશમાં ૯૭,૭૪૩ લોકો સાજા થયા છે. છેલ્લા ૨૪ કલાકમાં દેશમાં કોરોના વાયરસથી ૧,૬૪૭ લોકોનાં મોત થયા છે. આ સાથે જ દેશમાં એક્‍ટિવ કેસ ની સંખ્‍યા દ્યટીને ૭,૬૦,૦૧૯ થઈ છે. દેશમાં રિકવરી રેટ ૯૬.૨ ટકા થયો છે.

આ સાથે જ દેશમાં કોરોનાના કુલ કેસની સંખ્‍યા ૨.૯૮ કરોડ અને સાજા થયેલા લોકોની સંખ્‍યા ૨.૮૬ કરોડ થઈ છે. દેશમાં કોરોના વાયરસને પગલે અત્‍યારસુધી ૩,૮૫,૧૩૭ લોકોનાં મૃત્‍યુ થયા છે. રસીકરણ ની વાત કરવામાં આવે તો અત્‍યારસુધી દેશમાં ૨૭ કરોડ લોકોને કોરોનાની વેક્‍સીન આપી દેવામાં આવી છે.

દેશમાં એક્‍ટિવ કેસની સંખ્‍યામાં સતત ઘટાડો નોંધાયો છે. દેશમાં હાલ ૭,૬૦,૦૧૯ એક્‍ટિવ કેસ.

જ્જ ૭૪ દિવસ પછી દેશમાં એક્‍ટિવ કેસની સંખ્‍યા સૌથી ઓછી.

* દેશમાં ૨,૮૬,૭૮,૩૯૦ લોકો અત્‍યારસુધી કોરોનાથી સાજા થયા.

* છેલ્લા ૨૪ કલાકમાં દેશમાં ૯૭,૭૪૩ લોકો સાજા થયા.

* દેશમાં રિકવરી રેટ વધીને ૯૬.૧૬% થયો.

* અઠવાડિક પોઝિટિવ રેટ ૫%ની અંદર રહ્યો, હાલ આ રેટ ૩.૫૮%.

* દરરોજનો પોઝિટિવ રેટ ૨.૯૮%, સતત ૧૨માં દિવસે આ રેટ ૫%ની અંદર રહ્યો.

શુક્રવારે જાહેર થયેલા આંકડા પ્રમાણે રાજયમાંછેલ્લા ૨૪ કલાકમાં કોરોના વાયરસના નવા ૨૬૨ કેસ નોંધાયા છે. જેની સામે ૭૭૬ દર્દીઓ સાજા થયા છે. કોરોનાથી સાજા થનાર દર્દીઓની સંખ્‍યામાં સતત વધારો યથાવત્‌ છે. છેલ્લા ૨૪ કલાકમાં રાજયમાં કોવિડ-૧૯ ના કારણે પાંચ દર્દીનાં મોત થયા છે. રાજયમાં કુલ મૃત્‍યુઆંક ૧૦,૦૨૩ થયો છે.

(11:46 am IST)