મુખ્ય સમાચાર
News of Saturday, 19th June 2021

આસામમાં 4.2ની તીવ્રતાનો ભૂકંપ: પૂર્વોત્તર ક્ષેત્રમાં 24 કલાકમાં પાંચ વખત ધ્રૂજી ધરતી

ભૂકંપનું કેન્દ્ર સોનિતપુરના જિલ્લા મુખ્યાલય તેજપુરની 30 કિલોમિટર દૂર ઉંડાણમમાં સ્થિત હતું.

ગુવાહાટીઃ આસામમાં શુક્રવારે મોડી રાત્રે 4.2ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. પૂર્વોત્તર ક્ષેત્રમાં છેલ્લા 24 કલાકમાં પાંચ વખત ભૂકંપ આવ્યો છે. ભૂકંપના જાન-માલનું નુકાસનની કોઈ ખબર નથી. રાષ્ટ્રીય ભૂકંપ વિજ્ઞાન કેન્દ્રના રિપોર્ટમાં કહેવાયું છે કે ભૂકંપ મોડી રાત્રે એક વાગ્યાને સાત મિનિટે આવ્યો હતો. તેનું કેન્દ્ર સોનિતપુરના જિલ્લા મુખ્યાલય તેજપુરની 30 કિલોમિટર દૂર ઉંડાણમમાં સ્થિત હતું.

રાજ્યમાં શુક્રવારે બીજી વખત ભૂકંપ આવ્યો હતો. જેનામાં એક 4.1 તીવ્રતાનો ભૂકંપ હતો અને તેનું પણ સોનિતપુર જિલ્લામાં હતું. આસામ ઉપર શુક્રવારે મણિપુરના ચંદેલ જિલ્લામાં પણ ત્રણની તિવ્રતાનો ભૂકંપ આવ્યો છે.

અને 2.6ની તીવ્રતાનો એક અન્ય ભૂકંપન આવ્યો હતો. જેનું કેન્દ્ર મેઘાલયના પશ્વિમ ખાસી હિલ્સ જિલ્લામાં હતું. કોઈપણ ભૂકંપમાં જાન-માલનું નુકસાન થયાનો કોઈ ખબર નથી. પૂર્વોત્તર ક્ષેત્ર ભૂકંપ પ્રમાણે સંવેદનશીલ છે. આસામમાં 28 એપ્રિલે 6.4 તીવ્રતાનો ભૂકંપે જોરદાર ઝટકો અનુભવાયો હતો.

(11:53 am IST)