મુખ્ય સમાચાર
News of Saturday, 19th June 2021

કોવિદ -19 વેક્સિનેશન : સાઉથ કોરિયામાં 760,000 લોકોને પ્રથમ ડોઝ એસ્ટ્રાઝેનેકા પીએલસીનો અને બીજો ડોઝ ફાઇઝર બાયોએનટેકનો અપાયો : શિપમેન્ટમાં વિલંબને કારણે બીજો ડોઝ ફાઇઝર ઇન્કનો અપાશે :કેનેડા ,સ્પેન ,સહિત અમુક દેશોએ પણ જુદી જુદી બે કંપનીઓના ડોઝને મંજૂરી આપી હોવાનું મંતવ્ય

સિયોલ :  સાઉથ કોરિયામાં  760,000  લોકોને પ્રથમ ડોઝ એસ્ટ્રાઝેનેકા પીએલસીનો અને  બીજો ડોઝ  ફાઇઝર બાયોએનટેકનો આપવામાં આવ્યો હતો. જેના કારણમાં સરકારે જણાવાયા મુજબ શિપમેન્ટમાં વિલંબ થવાથી આ નિર્ણય લેવાયો છે.

કેનેડા ,સ્પેન ,સહિતના અમુક દેશોએ પણ  જુદી જુદી બે કંપનીઓના ડોઝને મંજૂરી આપી હોવાનું જણાવાયું છે. જેના કારણમાં એસ્ટ્રાઝેનેકા રસીથી ક્યારેક સંભવિત જીવલેણ તેવી લોહીના ગંઠાઈ જવાની  ચિંતાને કારણે આવા ડોઝ-મિશ્રણને પહેલાથી જ મંજૂરી આપી દીધી છે.

સ્પેન સરકારના અભ્યાસ મુજબ જેમણે એસ્ટ્રાઝેનેકા પીએલસીનો પ્રથમ ડોઝ લીધો છે તેઓને ફાઇઝર બાયોએનટેકનો બીજો ડોઝ પ્રારંભિક ધોરણે  વધુ સલામત અને અસરકારક  જણાવ્યો છે.

સાઉથ કોરિયા  સરકારને  કોવેક્સ તરફથી એસ્ટ્રાઝેનેકાના 835,000 ડોઝ જૂનના અંત સુધીમાં આવવાના હતા . તેનો ઉપયોગ તેઓ એપ્રિલમાં પ્રથમ ડોઝ લેનાર 760,000 આરોગ્ય અને ફ્રન્ટલાઈન કામદારો માટે બીજા શોટ તરીકે ઉપયોગ કરવા ધારે છે . એસ્ટ્રાઝેનેકાના શિપમેન્ટમાં વિલંબ થયો છે. જે જુલાઈ આખરમાં અથવા ત્યાર પછી આપવાની સંભાવના છે.

સાઉથ કોરિયાની 52 મિલિયન જેટલી વસતીમાંથી ગુરુવાર સુધીમાં 27 ટકા ઉપરાંત  લોકોએ વેક્સિનનો પ્રથમ ડોઝ લઇ લીધો છે.તથા સપ્ટેમ્બર સુધીમાં 70 ટકા લોકોને વેક્સીન આપી દેવાનું આયોજન છે.તથા નવેમ્બર સુધીમાં હર્ડ ઇમ્યુનીટી મેળવી  લેવાની ધારણા છે.

સરકારને અપેક્ષા છે કે જુલાઈ માસના 10 મિલિયન ડોઝ સહીત ત્રીજા ક્વાર્ટરમાં COVID-19 રસીના 80 મિલિયન ડોઝ પ્રાપ્ત થશે. જેમાં એસ્ટ્રાઝેનેકા, ફાઇઝર, જહોનસન અને જોહ્ન્સન તથા મોડર્નાનો સમાવેશ થાય છે.

સાઉથ  કોરિયા સરકારે  ગયા મહિને જણાવ્યા મુજબ તેઓ  એસ્ટ્રાઝેનેકા તથા ફાયઝર સહીત અન્ય કંપનીઓના મિક્સ ડોઝની  ક્લિનિકલ ટ્રાયલ કરશે,.તેવું રીયુટર્સ દ્વારા જાણવા મળે છે.

(11:57 am IST)