મુખ્ય સમાચાર
News of Saturday, 19th June 2021

જમ્મુ કાશ્મીર પોલીસને મોટી સફળતા : નાર્કો ટેરર મોડ્યુલનો પર્દાફાશ : 10 આરોપીઓની ધરપકડ

4 વાહનો અને 45 કરોડના મૂલ્યનું હેરોઇન કબજે : હથિયાર અને રોકડ રકમ પણ મળી

શ્રીનગર :જમ્મુ-કાશ્મીરમાં પોલીસે નાર્કો ટેરર મોડ્યુલનો પર્દાફાશ કર્યો છે. આ મામલે બારામુલ્લા પોલીસે 10 લોકોની ધરપકડ કરી છે. તેમની પાસેથી હથિયાર અને રોકડ રકમ પણ મળી આવી છે. હાલ આ મામલે વધુ તપાસ કરવામાં આવી રહી છે

  કાશ્મીર ઝોન પોલીસના જણાવ્યા અનુસાર બારામુલ્લામાં નાર્કો ટેરરના મોડ્યુલને બ્લાસ્ટ કરતા પૂર્વે 10 લોકોની પોલીસે ધરપકડ કરી છે. તેમની પાસેથી પોલીસે 4 પિસ્તોલ, 10 ગ્રેનેડ, 21 લાખ રૂપિયા રોકડા, 4 વાહનો અને 9 કિલો હેરોઇન (માર્કેટ વેલ્યુ 45 કરોડ રૂપિયા) પણ કબજે કર્યા છે

  આ બાબતે બારામુલ્લાના એસએસપી રઈસ મોહમ્મદ ભટ્ટે જણાવ્યું હતું કે આ હથિયારો અને દારૂગોળો વાહનોમાં રહેલા પોલાણની નીચે છુપાયેલા હતા. અમે તપાસ કરી રહ્યા છીએ કે તેઓ તેને કેવી રીતે વહન કરતા હતા. અમારી પાસે કેટલાક પુરાવા છે જે કેન્દ્ર શાસિત ક્ષેત્રની બહારના લોકો તરફ ધ્યાન દોરે છે. અમે અત્યાર સુધીમાં 10 લોકોની ધરપકડ કરી છે.

 અત્રે ઉલ્લેખનીય છે કે, આતંકવાદીઓને મદદ કરનારા લોકો વિશે પોલીસને માહિતી મળી હતી. જેની બાદ પોલીસ અને સુરક્ષા દળોએ સંયુક્ત રીતે અભિયાન શરૂ કર્યું હતું. આ પછી જ આ નાર્કો મોડ્યુલનો પર્દાફાશ થયો. તે જ સમયે એવું માનવામાં આવે છે કે આ નાર્કો ટેરર મોડ્યુલની હાજરીને લીધે, પૂછપરછમાં ઘણી માહિતી જાહેર થઈ શકે છે, જેના કારણે અનેક મહત્વપૂર્ણ કાવતરાઓનો પર્દાફાશ થઈ શકે છે.

, જમ્મુ-કાશ્મીરમાં ઘણી આતંકવાદી ઘટનાઓ સામે આવી છે. તેમાંથી આતંકવાદીઓએ સોપોરના અરમપોરામાં પોલીસ અને સીઆરપીએફની સંયુક્ત ટીમમાં હુમલો કર્યો હતો. આ હુમલામાં બે પોલીસ જવાન શહીદ થયા હતા અને બે નાગરિકોએ જીવ ગુમાવ્યો હતો.

જમ્મુ-કાશ્મીરમાં ઘણી આતંકવાદી ઘટનાઓ સામે આવી છે. તેમાંથી આતંકવાદીઓએ સોપોરના અરમપોરામાં પોલીસ અને સીઆરપીએફની સંયુક્ત ટીમમાં હુમલો કર્યો હતો. આ હુમલામાં બે પોલીસ જવાન શહીદ થયા હતા અને બે નાગરિકોએ જીવ ગુમાવ્યો હતો.

(7:29 pm IST)