મુખ્ય સમાચાર
News of Friday, 19th August 2022

ભારતીય સેના ઓસ્ટ્રેલિયામાં એરબોર્ન કવાયત પિચ બ્લેક-2022માં ભાગ લેવા માટે ડાર્વિન પહોંચી

ભારતીય સેના હાલમાં યુએસ સ્પેશિયલ ફોર્સ સાથે હિમાચલ પ્રદેશમાં કરી રહી છે વજ્ર-પ્રહાર નામની સૈન્ય કવાયત

નવી દિલ્લી : ચીન-અમેરિકાના તણાવ વચ્ચે ભારતીય સેનાએ સહયોગી દળો સાથે કવાયત તેજ કરી છે, વિયેતનામ બાદ હવે યુએસ સ્પેશિયલ ફોર્સની સૈન્ય કવાયત શરૂ થઈ ગઈ છે. LAC પર ચાલી રહેલા તણાવ અને ચીન અને અમેરિકા વચ્ચે તાઈવાનને લઈને ચાલી રહેલા તણાવ વચ્ચે, ભારતીય સેનાએ પણ સહયોગી દળો સાથે કવાયત તેજ કરી છે. ભારતીય સેના હાલમાં યુએસ સ્પેશિયલ ફોર્સ સાથે હિમાચલ પ્રદેશમાં વજ્ર-પ્રહાર નામની સૈન્ય કવાયત કરી રહી છે.

ક્વાડ રાષ્ટ્રો વચ્ચે રાજદ્વારી-વ્યૂહાત્મક સંબંધો સાથે વધતા લશ્કરી સહયોગના ભાગરૂપે, ભારતીય વાયુસેના ઓસ્ટ્રેલિયામાં દ્વિવાર્ષિક એરબોર્ન કવાયત પિચ બ્લેક-2022માં ભાગ લેવા માટે તેના સુખોઈ ફાઈટર જેટ સાથે ડાર્વિન પહોંચી છે.

રોયલ ઓસ્ટ્રેલિયન એરફોર્સ દ્વારા આયોજિત આ વાયુસેના કવાયતમાં મલેશિયા, ઈન્ડોનેશિયા, ફિલિપાઈન્સ, દક્ષિણ કોરિયા, મલેશિયા, ઈન્ડોનેશિયા, ફિલિપાઈન્સ, દક્ષિણ કોરિયા જ નહીં પરંતુ ક્વોડ યજમાન ઓસ્ટ્રેલિયા, ભારત, અમેરિકા અને જાપાનના 4 દેશો પણ ભાગ લઈ રહ્યા છે. જોકે, એશિયા-પેસિફિક ક્ષેત્રના દેશો વચ્ચે મજબૂત સંબંધો દેખીતી રીતે ચીનને અસ્વસ્થ બનાવે છે. ખાસ વાત એ છે કે, તેમની સાથે જર્મની, બ્રિટન અને ફ્રાન્સ જેવા યુરોપના મોટા દેશો પણ આ કવાયતમાં ભાગ લઈ રહ્યા છે. ઓસ્ટ્રેલિયાના ડાર્વિનમાં તા. 19 ઓગસ્ટથી 8 સપ્ટેમ્બર 22 દરમિયાન પિચ બ્લેક એક્સરસાઇઝનું આયોજન કરવામાં આવ્યું છે. વાયુસેનાની આ કવાયત લાર્જ ફોર્સ એમ્પ્લોયમેન્ટ વોરફેર પર ધ્યાન કેન્દ્રિત કરશે. 4 વર્ષ પછી યોજાઈ રહેલી આ કવાયતની છેલ્લી આવૃત્તિ 2018માં યોજાઈ હતી, અને કોવિડના કારણે 2020માં રદ્દ કરવામાં આવી હતી. આ વર્ષની કવાયતમાં આ તમામ દેશોની વાયુસેનાના 100થી વધુ વિમાનો અને 2500 વાયુસેનાના જવાનો ભાગ લઈ રહ્યા છે.

(11:52 pm IST)