મુખ્ય સમાચાર
News of Saturday, 18th September 2021

ઈન્ડોનેશિયાના સુરક્ષાદળોએ ISના મોસ્ટ વોન્ટેડ આતંકવાદીને ઠાર કર્યો

૨૦૧૪થી વોન્ટેડના લિસ્ટમાં રહેલો આતંકવાદીને ઘેરી લીધો હતો :આતંકવાદી અલી કલોરા સહિત બેને જંગલ વિસ્તારમાં ઠાર કરી દીધા

ઈન્ડોનેશિયાના સુરક્ષાદળોએ ISના મોસ્ટ વોન્ટેડ આતંકવાદીને ઠાર કરાયો છે. સેનાના બ્રિગેડિયરે કહ્યું કે, 2014થી ઈન્ડોનેશિયાની પોલીસ અલી કોલારાની શોધખોળ કરતી હતી.

બાતમીના આધારે પોલીસે વિભાગે સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. જેના આધારે ઈન્ડોનેશિયાના સુરક્ષાદળોએ ISના મોસ્ટ વોન્ટેડ આતંકવાદી અલી કલોરા સહિત બેને જંગલ વિસ્તારમાં ઠાર કરી દીધા હતા. ૨૦૧૪થી વોન્ટેડના લિસ્ટમાં રહેલો આતંકવાદીને ઘેરી લીધો હતો. અને ત્યાર બાદ બંને તરફથી સામ-સામે ફાયરિંગ થયું હતું. આખરે સુરક્ષાદળોએ તેને ઠાર કરી દીધો હતો.

ઈન્ડોનેશિયાના પાલૂ પ્રાંતના સૈન્ય બ્રિગેડિયર ફરીદ મકરૃફે જણાવ્યું હતું કે, આ આતંકવાદી ઈન્ડોનેશિયામાં IS માટે ફંડિંગ મેળવતો હતો અને યુવાનોને ગેરમાર્ગે દોરીને ISમાં ભરતી પણ કરતો હતો. તેણે ઈન્ડોનેશિયાના ઘણાં વિસ્તારોમાં આતંકી હુમલા કરાવ્યા હતા.

(12:31 am IST)