મુખ્ય સમાચાર
News of Saturday, 19th November 2022

પોસ્ટ ગ્રેજ્યુએટ સ્ટુડન્ટ પાસેથી પાંચ લાખ રૂપિયાના બોન્ડ માંગનાર ખાનગી મેડિકલ કોલેજને સુપ્રીમ કોર્ટની ફટકાર :માત્ર સરકાર જ બોન્ડ માંગી શકે છે કારણ કે તે તબીબી શિક્ષણ માટે સબસિડી આપે છે:વિદ્યાર્થીને 5 લાખ રૂપિયા પરત કરવાના મધ્ય પ્રદેશ હાઇકોર્ટના આદેશનું સુપ્રીમ કોર્ટે સમર્થન કર્યું

ન્યુદિલ્હી : સર્વોચ્ચ અદાલતે શુક્રવારે એક ખાનગી મેડિકલ કોલેજની ઝાટકણી કાઢી હતી જેમાં પોસ્ટ ગ્રેજ્યુએટ વિદ્યાર્થીને કોર્સ પૂરો કર્યા બાદ ફરજિયાત સેવાના બદલામાં પાંચ લાખ ચૂકવવા દબાણ કર્યું હતું. મધ્યપ્રદેશ હાઈકોર્ટની સિંગલ બેન્ચે વર્ષ 2020 માં જણાવ્યું હતું કે અરજદાર કોલેજ દ્વારા બોન્ડની રકમ જમા ન થાય ત્યાં સુધી તેને અસલ દસ્તાવેજો અને પ્રમાણપત્ર આપવાનો ઇનકાર "કાયદામાં અયોગ્ય" હતો, તેથી, મેડિકલ કોલેજને 30 દિવસના સમયગાળામાં વ્યાજ સહિત રકમ પરત કરવાનો નિર્દેશ આપ્યો છે.

હાઇકોર્ટની ડિવિઝન બેન્ચે અપીલમાં રિટ કોર્ટના નિર્ણયને માન્ય રાખ્યો હતો. આ નિર્ણય સામે ખાનગી મેડિકલ કોલેજે સુપ્રીમ કોર્ટમાં અપીલ દાખલ કરી હતી. ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડ અને જસ્ટિસ હિમા કોહલી આ કેસની સુનાવણી કરી રહ્યા હતા. મેડિકલ કોલેજના વકીલ કોઈ રજૂઆત કરે તે પહેલાં, મુખ્ય ન્યાયાધીશ ચંદ્રચુડે કહ્યું, "મને આશ્ચર્ય થયું. તમે બોન્ડ કેવી રીતે માંગી શકો? તમે એક ખાનગી સંસ્થા છો. માત્ર સરકાર જ બોન્ડ માંગી શકે છે કારણ કે તેઓ તબીબી શિક્ષણને સબસિડી આપે છે." જ્યારે ખાનગી મેડિકલ કોલેજ કરોડો રૂપિયા ચાર્જ કરશે. તેથી, તેઓ કહી ન શકે કે તમારું શિક્ષણ પૂર્ણ કર્યા પછી તમે બોન્ડ ભરો.તેવું એલ.એલ.એચ.દ્વારા જાણવા મળે છે.

(7:59 pm IST)