મુખ્ય સમાચાર
News of Thursday, 20th January 2022

બિહારમાં સગીરા સાથે 'લવ, સેકસ ઔર ધોખા': આરોપીની ધરપકડ

એક યુવકે ૧૬ વર્ષની સગીરાને પહેલાં પ્રેમજાળમાં ફસાંવી અને પછી તેનાં પર દુષ્કર્મ ગુજાર્યું

પટણા,તા. ૨૦: બિહારનાં ગયાથી 'લવ, સેકસ ઔર ધોખા'ની કહાની સામે આવી છે. જયાં એક યુવકે ૧૬ વર્ષની સગીરાને પહેલાં પ્રેમજાળમાં ફસાવી અને પછી તેનાં પર દુષ્કર્મ આચર્યુ હતું. બાદ તેને છોડીને ભાગવાનો પ્રયાસ કર્યો હતો. પણ પોલીસે આરોપીને ઝડપી પાડ્યો છે આ કેસમાં પોલીસે ઊંડાણ પૂર્વક તપાસ કરીને કેસ ઉકેલી દીધો છે.

આ કેસ ગયા જિલ્લાનાં મોહનપુર પ્રખંડનો છે. ગામનાં જ રહેવાસી યુવકને સગીરા સાથે પ્રેમ થઇ ગયો. તેમનાં વચ્ચે મેળ મેળાપ વધ્યો. ફોન પર વાતો થવા લાગી. થોડા દિવસમાં જ બંને વચ્ચે શારીરિક સંબંધ બંધાઇ ગયો. અને આ દરમિયાન યુવતી ગર્ભવતી થઇ ગઇ અને યુવકે તે બાદ તેની સાથે વાત કરવાનું બંધ કરી દીધુ. લગ્ન માટે ના પાડી દીધી. જોકે આ પહેલાં યુવકે યુવતીની માંગ ભરીને તેની સાથે ખોટા ખોટા લગ્ન કર્યા હતાં અને યુવતીને પ્રેમ જાળમાં ફસાવી હતી. બીજી તરફ યુવતીએ એક બાળકને પણ જન્મ આપી દીધો.

બાળકનાં જન્મ બાદ યુવકે યુવતીને અપનાવવાની ના પાડી દીધી. પછી યુવતીએ આ મામલે મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી. પીડિતાએ તેની ફરિયાદમાં પ્રેમજાળમાં ભેરવી યુવક પર રેપ કર્યાનો આરોપ લગાવ્યો. પોલીસે આ મામલે આરોપીની ધરપકડ કરી લીધી છે અને તે હાલમાં જેલમાં છે.

મહિલા પોલીસ અધ્યક્ષ રવિ રંજના કુમારીનાં જણાવ્યાં અનુસાર, જે સગીરાને પ્રેમ જાળમાં ફંસાવીને રેપ કરવામાં આવ્યો હતો તેનાં આરોપીની ધરપકડ કરી લેવામાં આવી છે. તે પીડિત યુવતી અને તેનાં પરિજનોએ ન્યાય માટે પોલીસ સ્ટેશનનો દરવાજો ખખડાવ્યો હતો. આરોપી વિરુદ્ઘ આ મામલે સખત કાર્યવાહી કરવામાં આવશે.

(10:06 am IST)