મુખ્ય સમાચાર
News of Friday, 20th January 2023

બ્રિજ ભૂષણ શરણ સિંહ પર લાગેલા યૌન શોષણના આરોપોની તપાસ કરીને પગલાં ભરો : પ્રિયંકા ગાંધી

કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધીએ ટ્વીટ કર્યું, અમારા ખેલાડીઓ દેશનું ગૌરવ છે

નવી દિલ્હી :કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયાના પ્રમુખ બ્રિજ ભૂષણ શરણ સિંહ પર લાગેલા યૌન શોષણના આરોપોની તપાસની માગ કરી છે. તેમણે કહ્યું કે આ બાબતની તપાસ થવી જોઈએ અને જો દોષી સાબિત થાય તો જરૂરી પગલાં લેવા જોઈએ. બે ઓલિમ્પિક મેડલ વિજેતા સહિત મહિલા કુસ્તીબાજોએ બ્રિજ ભૂષણ સિંહ પર જાતીય શોષણ અને માનસિક ઉત્પીડનના ગંભીર આરોપો લગાવ્યા છે. જેને લઈને ફેડરેશનના ઘણા કુસ્તીબાજોએ બ્રિજ ભૂષણ સામે મોરચો ખોલ્યો છે, જેમાં પ્રખ્યાત રેસલર બજરંગ પુનિયા પણ સામેલ છે.

કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધીએ ટ્વીટ કર્યું, અમારા ખેલાડીઓ દેશનું ગૌરવ છે. તેઓ વિશ્વ સ્તરે તેમના પ્રદર્શન દ્વારા દેશનું ગૌરવ વધારે છે. ખેલાડીઓએ રેસલિંગ ફેડરેશન અને તેના પ્રમુખ પર શોષણના ગંભીર આરોપો લગાવ્યા છે. આ ખેલાડીઓનો અવાજ સાંભળવો જોઈએ. આરોપોની તપાસ થવી જોઈએ અને યોગ્ય પગલાં લેવા જોઈએ.

(12:00 am IST)