મુખ્ય સમાચાર
News of Saturday, 20th February 2021

એક દેવાદારના અન્ડરવિયર કર્યા નીલામ

હેં... સરકારે તો લોન લેનારની ચડ્ડી પણ ન બક્ષી : વેબસાઇટ પર હરાજી કરી

નવી દિલ્હી તા. ૨૦ : કોરોનાએ ઘણા દેશોનાં અર્થતંત્રની કમર તોડી નાખી છે, બેંકોએ આ સંકટમાંથી ઉગરવા માટે લોન લેનારા લોકો પાસેથી વસુલાત વધુ તેજ બનાવી દીધી છે, યુક્રેન સરકારે તો હદ જ કરી નાખી, એક દેવાદારનું અન્ડર વિયર નિલામ કરીને તેની વસુલી કરવા જઇ રહી છે.

દેવું લેવું અને તે ન ચૂકવવું એ ઘણા લોકો માટે એક વ્યસન બની ગયું છે. આવી સ્થિતિમાં હંમેશાં કડક નિયમોની જરૂર હોય છે, પરંતુ યુક્રેન સરકારે તો હદ જ કરી નાખી છે. મિડિયા રિપોર્ટ મુજબ, યુક્રેનનાં સેન્ટ્રલ કિર્વી રિહમાં ન્યાય મંત્રાલયની વેબસાઇટ પર એક અનોખી જાહેરાત આપવામાં આવી છે. તેમાં અન્ડરવિયરની હરાજી વિશેની માહિતી છે. આ અન્ડરવિયર એ એક લોન લેનારાનું છે, જે સરકારને પૈસા પરત કરવામાં અસમર્થ છે.

યુક્રેનમાં ફસાયેલા દેવાની વસુલાત માટે ૨૦૧૫માં સેટમ નામની પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી, તે અંતર્ગત દેવું ન ચુકવતા લોકોની સંપત્તી જપ્ત કરીને તેની હરાજી કરવામાં આવે છે.

એક મિડિયા રિપોર્ટ મુજબ યુક્રેન સરકાર દેશનું દેનું ચુકવનારા લોકોનાં ઘેટા અને ગાયોની પણ હરાજી કરી રહી છે, કોરોના કાળમાં આ દેશમાં બેંક ડિફોલ્ટરની સંખ્યા ખુબ ઝડપથી વધી છે, એટલા માટે તેની ઝડપથી વસુલાત કરવામાં આવી રહી છે, આ પહેલા વર્ષ ૨૦૨૦માં એક વયોવૃધ્ધ મહિલાનાં બે પાલતુ કુતરાની પણ હરાજી કરવામાં આવી હતી.

(10:16 am IST)