મુખ્ય સમાચાર
News of Saturday, 20th February 2021

આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ હવે પીવીસી કાર્ડની ફી માફીની સરકારની જાહેરાતઃ હાવે લાભાર્થીઓઍ રૂ.૩૦ની ફી ચૂકવવી નહીં પડે

આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જનઆરોગ્ય યોજના અંગે સરકારે મોટી જાહેરાત કરી છે. હવે આયુષ્માન ભારત યોજનાના લાભાર્થીઓને તેમના PVC કાર્ડ વિનામૂલ્યે આપવામાં આવશે.શુક્રવારે સરકારે PVC કાર્ડ પર લેવામાં આવેલી 30 રૂપિયાની ફી માફ કરી દીધી છે. લાભાર્થીઓએ આ ફી કોમન સર્વિસ સેન્ટરમાં ચુકવવી પડટી હતી. જો કે ડુપ્લિકેટ કાર્ડ અથવા રીપ્રિન્ટ માટે લાભાર્થીઓએ કોમન સર્વિસ સેન્ટર પર 15 રૂપિયા ફી ભરવી પડશે.

નેશનલ હેલ્થ ઓથોરિટી (NHA) એ ઇલેક્ટ્રોનિક્સ અને ઇન્ફર્મેશન ટેકનોલોજી મંત્રાલય હેઠળ કોમન સર્વિસ સેન્ટર્સ (CSCs) સાથે કરાર કર્યો છે. જે મુજબ લોકોને હવે આયુષ્માન ભારત એન્ટાઈટલ કાર્ડ વીનમૂલ્યે મળશે. આ કરાર હેઠળ હવે લાભાર્થીઓને PVC આયુષ્માન કાર્ડ મળશે અને તેની ડિલિવરી પણ સરળ થઈ જશે. NHAના CEO રામસેવક શર્માએ જણાવ્યું કે આ કાર્ડ કાગળના કાર્ડની જગ્યા લેશે. PVC કાર્ડની જાળવણી સરળ બનશે અને લાભાર્થીઓ ATM કાર્ડની જેમ આ કાર્ડને વૉલેટમાં રાખી શકશે.

(5:06 pm IST)