મુખ્ય સમાચાર
News of Saturday, 20th February 2021

દિલ્હી હાઇકોર્ટ 15 માર્ચથી ફિઝિકલ હિઅરીંગ શરૂ કરશે : ગયા વર્ષે માર્ચ મહિનાથી વર્ચ્યઅલ હિઅરીંગ શરૂ કર્યું હતું : એક વર્ષના લાંબા ગાળા પછી સંપૂર્ણપણે ફિઝિકલ હિઅરીંગ શરૂ થશે

ન્યુદિલ્હી : દિલ્હી હાઇકોર્ટ 15 માર્ચથી ફિઝિકલ હિઅરીંગ શરૂ કરશે જે ગયા વર્ષે માર્ચ મહિનાથી વર્ચ્યઅલ હિઅરીંગ શરૂ કર્યું હતું અને બાદમાં સપ્ટેમ્બર માસથી મર્યાદિત પ્રમાણમાં ફિઝિકલ હિઅરીંગ હાથ ધરાયુ હતું.અને હવે એક વર્ષના લાંબા ગાળા પછી સંપૂર્ણપણે ફિઝિકલ હિઅરીંગ શરૂ થશે .

ફિઝિકલ હિઅરીંગ શરૂ કર્યા પહેલા 12 માર્ચ સુધી વર્તમાન હિઅરીંગ પ્રથા ચાલુ રહેશે.

18 જાન્યુઆરી, 2021 થી, હાઈકોર્ટની અગિયાર બેંચ - બે વિભાગ બેંચ, ત્રણ સિંગલ બેંચ (સિવિલ), ત્રણ સિંગલ બેંચ (ક્રિમિનલ) અને ત્રણ અસલ અધિકારક્ષેત્ર બેંચ- એ ફિઝિકલ અદાલત યોજવાનું શરૂ કર્યું હતું.જયારે અમુક બેન્ચમાં બંને પ્રકારે એટલે કે મર્યાદિત પ્રમાણમાં ફિઝિકલ હિઅરીંગ ઉપરાંત ઓનલાઇન હિઅરીંગ પણ ચાલુ રાખવામાં આવ્યું હતું.

ગયા મહિને દિલ્હી હાઇકોર્ટ બાર એશોશિએસને ઠરાવ પસાર કરીને ચીફ જસ્ટિસ શ્રી ડી.એન.પટેલને સંપૂર્ણપણે ફિઝિકલ હિઅરીંગ શરૂ કરવા દેવા માટે રજુઆત કરી હતી.તેવું બી.એન્ડ બી.દ્વારા જાણવા મળે છે.

(7:02 pm IST)