મુખ્ય સમાચાર
News of Saturday, 20th February 2021

યુએસના ટેક્સાસમાં ૧.૪ કરોડ પરિવારોને પાણીનું સંકટ

૧૦-૧૧ ફેબ્રુઆરીએ બરફના તોફાનની માઠી અસર : બરફના તોફાનના કારણે ઇલેક્ટ્રિક ગ્રિડ પણ ફેઇલ થઇ જવાના કારણેે ટેક્સાસના લાખો લોકો અંધારામાં રહ્યા

નવી દિલ્હી, તા.૨૦ : અમરિકાના ટેક્સાસમાં લગભગ . કરોડ પરિવારો પાણીના સંકટનો સામનો કરી રહ્યા છે. રાજ્યમાં ગત ૧૦-૧૧ ફેબ્રુઆરીએ આવેલા બરફના તોફાનના કારણે ઇલેક્ટ્રિક ગ્રિડ પણ ફેઇલ થઇ ગઇ હતી, જેના કારણે લાખો લોકોને અંધારામાં અને હિટર વગર રહેવાનો વારો આવ્યો હતો. તો તરફ ભયંકર ઠંડીના કારણે પાણી સપ્લાઇની પાઇપલાઇન ફાટી ગઇ છે, જેના કારણે હવે લોકોને પાણી વગર રહેવાનો વારો આવ્યો છે.

પાણીની સપ્લાઇ બંધ થવાના કારણે હવે લોકો બરફ એકઠો કરીને તને ગરમ કરે છે, ત્યારબાદ જે પાણી મળે છે તેનાથી કામ ચલાવે છે. તો કેટલાય લોકો બોટલના પાણી પર નિર્ભર છે. હ્યુસ્ટનના એક સ્ટેડિયમ બહાર સેંકડો લોકોની લાઇન જોવા મળી, બધા લોકો પાણીની બોટલ લેવા માટે લાઇનમાં ઉભા હતા.

ઉલ્લેખનીય છે કે મેરિકાના ટેક્સાસ રાજ્યની કુલ વસ્તી . કરોડ છે, જેમાંથી અડધા લોકો પાણીના સંકટનો સામનો કરી રહ્યા છે. એક રિપોર્ટ પ્રમાણે રાજ્યના અનેક વિસ્તારોમાં પાંચ દિવસ સુધી વીજળી ગુલ રહ્યા બાદ તમામ પાવર પ્લાન્ટ શરુ થઇ ગયા છે. પરંતુ લાખ ઘરો એવા છે જેમાં શુક્રવારે સવાર સુધી વીજળી શરુ થઇ નથી.

ગુરુવારે બપોર સુધી ટેક્સાસના એક હજાર પબ્લિક પાવર સિસ્ટમ અને રાજ્યના લગભગ ૧૭૭ કાઉન્ટીમાં પાણી સપ્લાઇમાં સમસ્યાઓ હતી. ત્યારે વીજળી સપ્લાઇ શરુ થયા બાદ હવે લોકોને આશા છે કે પાણીની સપ્લાઇ પણ શરુ થઇ જશે.

(8:41 pm IST)