મુખ્ય સમાચાર
News of Saturday, 20th February 2021

સ્મૃતિ ઈરાની અમેઠીમાં બનાવશે નવું ઘર : લોકસભા ચૂંટણી પહેલા વાયદો પૂર્ણ કરશે : જમીનનો સોદો કર્યો

ગાટા સંખ્યા બે સ્થિત 11 વિઘા જમીન ખરીદી : સોમવારે બપોરે જમીનની રજિસ્ટ્રી

અમેઠી : ગત લોકસભા ચૂંટણીમાં અમેઠી સંસદીય ક્ષેત્રથી ભાજપની ટિકિટ પર ચૂંટણી લડનાર સ્મૃતિ ઇરાનીએ ચૂંટણી જીત્યા બાદ જિલ્લા મુખ્યાલય પર પોતાનું ઘર બનાવીને લોકોને સતત મળવાનો વાયદો કર્યો હતો. હવે ચૂંટણીના બે વર્ષ બાદ આ વાયદાને પૂર્ણ કરવા માટેની શરૂઆત થઇ ગઇ છે.

સ્મૃતિ ઇરાનીએ આવાસ બનાવવા માટે જે જમીનનો સોદો કર્યો છે તે શહેરથી ત્રણ કિલોમીટર દૂર સ્થિત સરાય ભગમાની ગ્રામ પંચાયતમાં છે. આ જમીન ટાંડા-બાંદા હાઇવેથી રોહિણી પાંડેય ગામની પાસે આવેલ ટિકરિયા-મેદન મવઇ માર્ગ પર જનાર રસ્તામાં બંધ પડેલ મધર ડેરી પ્રોજેક્ટની સામે સ્થિત છે. કુલ જમીન વિસ્તાર લગભગ 11 બિસ્વા છે.

જમીનનાં માલિક ફૂલમતીના પુત્ર ગયા પ્રસાદ પાંડેયએ જણાવ્યું તે, ગાટા સંખ્યા બે સ્થિત 11 વિઘા જમીન માટે તેમને 12.9 લાખ રૂપિયા મળવાના છે. અને તેમાના કેટલાક રૂપિયા તેમને એડવાન્સમાં મળી ગયા છે.

આ જમીનની રજિસ્ટ્રી 22 ફેબ્રુઆરીની બપોરે 12 વાગ્યે એક દિવસીય પ્રવાસે આવેલ અમેઠીની કેન્દ્રીય મંત્રીની હાજરીમાં કલેક્ટર પરિસર સ્થિત કાર્યાલયમાં થશે. સૂત્રો અનુસાર આ જમીનનું ડીડ તૈયાર થઇ ગયું છે. તૈયાર ડીડમાં ખરિદનાર તરીકે સ્મૃતિ ઇરાની તો વેચાણકર્તા તરીકે ફૂલમતીનું નામ નોંધાયેલ છે.

(12:08 am IST)