મુખ્ય સમાચાર
News of Tuesday, 20th April 2021

માનવ ચીસ ભયની સાથે અન્ય લાગણીઓ પણ દર્શાવે છે

એક સ્ટડીમાં જાણવા મળ્યું છે કે માનવ ચીસો માત્ર ભય નથી દર્શાવતી માનવ ચીસ પાડે ત્યારે તેના અવાજમાં અલગ અલગ ભાવ જોવા મળે છે

નવી દિલ્હી,તા. ૨૦: એક સ્ટડીમાં જાણવા મળ્યું છે કે માનવ ચીસો માત્ર ભય નથી દર્શાવતી. માનવ ચીસ પાડે ત્યારે તેના અવાજમાં અલગ અલગ ભાવ જોવા મળે છે. માનવ માત્ર કોઈ દર્દ કે ભયના કારણે ચીસ નથી પાડતો, પરંતુ તેની ચીસમાં આનંદ, ઉત્સાહ અને આક્રમક ભાવ પણ જોવા મળે છે.

PLOS Biologyના જર્નલમાં એક સ્ટડી પ્રકાશિત કરવામાં આવી છે. આ સ્ટડી અનુસાર નોન-અલાર્મિંગ ચીસો, નકારાત્મક સંદર્ભ સિવાયના સંદર્ભને મગજ અસરકારક રીતે સમજે છે. આ પહેલા કરવામાં આવેલ સ્ટડીમાં મોટાભાગે ભયના કારણે પડાતી ચીસ પર ધ્યાન કેન્દ્રિત કરવાને કારણે અન્ય પ્રકારની ચીસ અંગેની સ્પષ્ટતા થઈ શકી નથી. Eurekalertના રિપોર્ટ અનુસાર નવી સ્ટડીમાં માનવ પર ચાર અલગ અલગ મનોચિકિત્સાના સંદર્ભે નિર્ણય લેવાના અને ન્યુરોઈમેજિંગ પ્રયોગ કરવામાં આવ્યા છે.

ઝુરિચ યુનિવર્સિટીના સાયકોલોજી વિભાગની ટીમ દ્વારા આ સ્ટડી કરવામાં આવી છે. સસ્ચા ફ્રુહોલ્ઝના નેતૃત્વ હેઠળ માનવ ચીસ પાછળનો સંપૂર્ણ અર્થ જાણવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. આ સ્ટડી અનુસાર માનવ ૬ અલગ અલગ લાગણીઓ- દર્દ, ગુસ્સો, ભય, ખુશી, દુઃખ અને આનંદને દર્શાવવા માટે ચીસ પાડે છે. ફ્રુહોલ્ઝ જણાવે છે કે તેની ટીમને એ વાતનું આશ્યર્ય થાય છે કે સ્ટડીમાં અલાર્મિંગ ચીસ કરતા પોઝિટિવ ચીસ અને નોન-અલાર્મિંગનો યોગ્ય અને જલ્દી જવાબ આપવામાં આવ્યો હતો.

ટીમ દ્વારા ૧૨ લોકો ઉપર ચાર પ્રયોગ કરવામાં આવ્યા, જેમાં તેમને અલગ અલગ પરિસ્થિતિમાં હકારાત્મક અને નકારાત્મક ચીસો પાડવાનું કહેવામાં આવ્યું. અન્ય ગૃપે આ ચીસોનું ભાવનાત્મક રીતે વિશ્લેષણ કર્યું અને વર્ગીકૃત કર્યું. આ ચીસો સાંભળતા સમયે તેમના બ્રેઈનમાં ફંકશનલ મેગ્નેટિક રિસોનન્સ ઈમેજિંગ (fMRI) પસાર થાય છે.

ફ્રુહોલ્ઝે જણાવ્યું કે 'નોન-અલાર્મ ચીસો સાંભળતા સમયે ફ્રંટલ, ઓડિટરી અને લિંબિક બ્રેઈનમાં અલાર્મ ચીસો કરતા વધુ પ્રક્રિયા અને ન્યુરલ કનેકિટવિટી જોવા મળી હતી.'અધિક જટીલ સામાજિક વાતાવરણના કારણે તંત્રિકા સંબંધિત પ્રાયોરિટીઝમાં ફેરફાર કર્યો છે.

પહેલા વિચારવામાં આવતુ હતુ કે માનવ અને પ્રાઈમેટ બ્રેઈન જોખમના સંકેત ઓળખવામાં નિષ્ણાંત છે. પરંતુ માનવ ચીસ પાડીને અલગ અલગ લાગણીઓને દર્શાવે છે. મોટાભાગે માનવ સકારાત્મક લાગણી જેમકે ખુશી અને ઉત્સાહને દર્શાવવા માટે ચીસ પાડે છે. અલાર્મ કોલ કરતા સકારાત્મક ચીસો વધુ પાડવામાં આવે છે.

(10:22 am IST)