મુખ્ય સમાચાર
News of Tuesday, 20th April 2021

વેકસીનની આયાત માટે લાયસન્સ પણ માંગ્યું

જોન્સન એન્ડ જોન્સને ભારત સરકાર પાસે મંજુરી માંગી : સિંગલ ડોઝ જ લેવાનો

નવી દિલ્હી, તા.૨૦:  જોનસન એન્ડ જોનસને ભારત સરાકાર પાસે પોતાની કોરોનાની સિંગલ ડોઝ વેકિસનના ત્રીજા તબક્કાના ટ્રાયલ માટે મંજૂરી માંગી છે. સાથે જ સૂત્રોના જણાવ્યા પ્રમાણે કંપનીએ ભારતમાં વેકિસન આયાત કરવા માટે લાઇસેન્સ પણ માંગ્યું છે. ઉલ્લેખનીય છે કે હાલમાં જ ભારતમાં રસીકરણ અભિયાનને ઝડપી બનાવવા માટે વિદેશમાં નિર્મિત કોરોના રસીને ભારતમાં વપરાશની મંજૂરી આપવાની પ્રક્રિયા ઝડપી કરવામાં આવી છે.

જોનસન એન્ડ જોનસન દ્વારા બનાવવામાં આવેલી કોરોના રસીનો માત્ર એક જ ડોઝ આપવામાં આવે છે. કંપનીના જણાવ્યા પ્રમાણે આ રસીને ૨થી ૮ ડિગ્રી સેલ્સિયસ તાપમાન પર ત્રણ મહિના સુધી રાખવામાં આવે છે. આ સિવાય માઇનસ બે ડિગ્રી તાપમાન પર આ રસીને બે વર્ષ સુધી રાખી શકાય છે. ઉલ્લેખનીય છે કે આ વેકિસનનો પ્રભાવ ૬૬ ટકાનો છે. જેના એક ડોઝની કિંમત ૮.૫ ડોલરથી લઇને ૧૦ ડોલર સુધી થઇ શકે છે.

(10:23 am IST)