મુખ્ય સમાચાર
News of Tuesday, 20th April 2021

બહુરૂપિયા વાયરસે બદલ્યા લક્ષણ દર્દીઓમાં વધી શ્વાસની તકલીફ

શ્વાસની તકલીફ વધતા ઓકસીજન જરૂરી બન્યો છે

નવી દિલ્હી તા. ર૦ :.. કોરોનાની બીજી લહેર વચ્ચે દેશમાં સોમવારે સવારે એક દિવસમાં રેકોર્ડ ર.૭૩ લાખ નવા કેસ આવ્યા અને ૧૬૦૦ થી વધારેના મોત થયા હતા છેલ્લા પાંચ દિવસથી રોજ બે લાખથી વધારે કેસ આવી રહ્યા છે.

આ દરમ્યાન, એક અભ્યાસમાં વાયરસના લક્ષણોમાં ફેરફારની પુષ્ટી થઇ છે. બાળકો અને યુવાઓ પણ સંક્રમિત થઇ રહ્યા છે, હવે શ્વાસમાં તકલીફ વધારે થવાથી દર્દીઓમાં ઓકસીજનની વધારે જરૂરીયાત જોવા મળે છે, જો કે મૃત્યુદરમાં કોઇ ફેરફાર નથી જોવા મળ્યો. બન્ને લહેરમાં ૭૦ ટકા સંક્રમીતો ૪૦ ઉપરના હતાં.

આઇસીએમઆર અને નીતિ આયોગના દેશની ૪૦ હોસ્પીટલોમાં દાખલ ૯૪૮પ દર્દીઓ પર કરાયેલા અભ્યાસમાં ખુલાસો થયો છે કે પહેલી લહેર દરમ્યાન પ૪.૯ ટકા લોકોમાં પહેલાથી કોઇને કોઇ બીમારી હતી. હવે આવા લોકોની સંખ્યા ઘટી છે. અત્યારે ૪૮.૬ ટકા દર્દીઓને પહેલાથી કોઇ બિમારી છે. એટલે કે પ૦ ટકાથી વધારે દર્દીઓમાં પહેલાથી કોઇ બીમારી નથી. એ પણ જાણવા મળ્યું કે પહેલા હોસ્પીટલમાં દાખલ થનાર ૮૭.૪ ટકા દર્દીઓમાં લક્ષણો હતા પણ હવે દાખલ દર્દીઓમાં લક્ષણોવાળા ૭૪ ટકા છે. એટલે કે લક્ષણો વગરના દર્દીઓ પણ ગભરાટમાં દાખલ થઇ રહ્યા છે.

પહેલી લહેરના ૭૬૦૦ અને બીજી લહેરમાં દાખલ થયેલ ૧૮૮પ દર્દીઓ પર આ અભ્યાસ કરાયો હતો. પહેલી લહેરમાં ૬૪.પ ટકા પુરૂ દર્દીઓ હતા પણ હવે ૬૩.૮ ટકા છે. હવે મહિલાઓ પણ વધારે સંક્રમીત થઇ રહી છે. ગઇ વખતે ૦.૧૯ વર્ષની ઉમરના ૪.ર ટકા દર્દીઓ હતા જે આ વખતે પ.૮ ટકા થયા છે. ર૦-૩૯ વર્ષના દર્દીઓની સંખ્યા પણ ર૩.૭ અથવા તેનાથી વધારે ઉમરની ટકાવારી ૭ર.ર ટકાથી ઘટીને ૬૯.૮ ટકા થઇ છે.

* નીતિ આયોગના સભ્ય ડો. વી. કે. પોલનું કહેવું છે કે પહેલા શ્વાસ લેવામાં દર્દીઓને આટલી મુશ્કલી નહોતી. પહેલા ૪૧.૭ ટકાને શ્વાસની તકલીફ હતી, હવે ૪૭.પ૦ ટકાને છે. દર્દીઓમાં ઝડપથી શ્વાસ લેવાનું લક્ષણ ઘટયું છે.

* કફ, ગળામાં દુખાવો, સુંધવાની ક્ષમતા ન હોવી, નબળાઇ, થાક, સ્નાયુમાં દર્દ, સાંધાનો દુખાવો જેવા લક્ષણો પણ ઘટયા છે.

* બીજી લહેરમાં સૌથી વધારે ઓકસીજનની જરૂર પડે છે, કેમ કે નવા સ્ટ્રેનથી શ્વાસમાં તકલીફ ઉભી થાય છે.

* વેન્ટીલેટરની જરૂરવાળા દર્દીઓ પણ ઘટયા છે. પહેલા ૩૭.૩ ટકાને વેન્ટીલેટરની જરૂર પડી હતી. આ લહેરમાં ર૭.૮ ટકાને તેની જરૂર પડે છે.

(11:31 am IST)