મુખ્ય સમાચાર
News of Tuesday, 20th April 2021

આજે સમગ્ર યુપીમાં રાત્રી ર્ક્‍ફયુનો અમલ : શનિવાર-રવિવારે લોકડાઉન

મહાસંકટમાં યોગીનો ફેંસલો

નવી દિલ્‍હી,તા. ૨૦ : કોરોનાના વધી રહેલા સંક્રમણ અને તેના પકોરોનાના વધી રહેલા સંક્રમણ અને તેના પર પ્રભાવી નિયંત્રણને જોતા ઉત્તર પ્રદેશની યોગી સરકારે મોટો નિર્ણય લેતા વીકેન્‍ડ લોકડાઉનની જાહેરાત કરી છે. રાજ્‍યમાં શનિવાર અને રવિવારે બંને દિવસે કડક નિયમોનું પાલન થશે. તેની સાથે જ સમગ્ર રાજ્‍યમાં નાઇટ કફર્યૂની જાહેરાત કરવામાં આવી છે. વિકેન્‍ડ લોકડાઉન દરમિયાન તમામ વીકલી માર્કેટ અને શોપિંગ કોમ્‍પ્‍લેક્‍સ બંધ રહેશે. આ દરમિયાન સેનિટાઇઝેશનનું કામ થશે. પરંતુ વીકેન્‍ડ લોકડાઉન દરમિયાન આવશ્‍યક સેવાઓ પર કોઇ અસર નહીં પડે.

ટીમ- ૧૧ સાથે મંગળવારે થયેલી સમીક્ષા બેઠક દરમિયાન મુખ્‍યમંત્રી યોગી આદિત્‍યનાથે વીકેન્‍ડ લોકડાઉનની જાહેરાત કરી છે. સાથે જ તેમણે નાઇટ કફર્યૂ સમગ્ર રાજ્‍યમાં લાગૂ કરવાની સૂચના આપી છે. મુખ્‍યમંત્રીએ જણાવ્‍યું કે વીકલી લોકડાઉનમાં વ્‍યસ્‍ત રહેતી તમામ જગ્‍યાઓ બંધ રહેશે. બંને દિવસે સેનિટાઇઝેશનનું કામ થશે.

કોરોનાના વધતા સંક્રમણને જોતા ઉત્તર પ્રદેશમાં પાંચ શહેરોમાં લોકડાઉન લગાવવાના અલ્‍હાબાદ હાઈકોર્ટના આદેશ પર સુપ્રીમ કોર્ટે રોક લગાવી દીધી છે. સુપ્રીમ કોર્ટે મંગળવારના રોજ યુપી સરકારની અરજી સ્‍વિકારતા સુનાવણી કર્યા બાદ આ નિર્ણય આપ્‍યો હતો. સાથે જ સુપ્રીમ કોર્ટે યુપી સરકારને પણ આદેશ આપ્‍યો છે કે, કોરોનાને રોકવા માટે મહામારીને રોકવા માટે લેવામાં આવેલા પગલાની જાણકારી એક અઠવાડીયામાં અલ્‍હાબાદ હાઈકોર્ટને આપવામાં આવે. આ અગાઉ ઉત્તર પ્રદેશ સરકારે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી દરમિયાન કહ્યુ હતું કે, ન્‍યાયિક આદેશ દ્વારા લોકડાઉન લાગૂ કરવુ સંભવતઃ યોગ્‍ય રીત નથી.

 યુપી સરકારને પણ આદેશ આપ્‍યો છે કે, કોરોનાને રોકવા માટે મહામારીને રોકવા માટે લેવામાં આવેલા પગલાની જાણકારી એક અઠવાડીયામાં અલ્‍હાબાદ હાઈકોર્ટને આપવામાં આવે. આ અગાઉ ઉત્તર -દેશ સરકારે સુ-ીમ કોર્ટમાં સુનાવણી દરમિયાન કહ્યુ હતું કે, ન્‍યાયિક આદેશ દ્વારા લોકડાઉન લાગૂ કરવુ સંભવતઃ યોગ્‍ય રીત નથી.

(4:10 pm IST)