મુખ્ય સમાચાર
News of Tuesday, 20th April 2021

દિલ્‍હી કે મુંબઇ નહીં સૌથી ખરાબ પરિસ્‍થિતીમાં છે નાસીક

મુંબઇ છે ચોથા નંબરે, બેંગ્‍લોર છઠ્ઠા નંબર પર

નાસિક, તા.૨૦: દર એક લાખની વસ્‍તીએ સૌથી વધુ કોરોના કેસના મામલે ટોચના ચાર શહેરો મહારાષ્‍ટ્રના છે. આ બાબતે નાસીક ટોચ પર છે જયારે નાગપુર બીજા નંબર પર છે, પુણે ત્રીજા અને મુંબઇ ચોથા નંબરે છે. ટોપ ટેનની યાદીના અન્‍ય શહેરોમાં લખનૌ, બેંગ્‍લોર, ભોપાલ, ઇન્‍દોર, દિલ્‍હી અને પટણા છે.

માર્ચ ૧૬ થી ૧૫ એપ્રિલ વચ્‍ચે મુંબઇમાં ૩.૭ લાખ નવા કેસો ઉમેરાયા છે, જે અન્‍ય કોઇપણ શહેર કરતા વધારે છે. આ બાબતે દિલ્‍હી બીજા નંબર પર છે. જોકે કુલ કેસનો આંકડો ગેરમાર્ગે દોરી શકે છે કેમ કે દરેક શહેરની વસ્‍તીનો આંકડો નાનો મોટો હોઇ શકે.

એટલે દર દસ લાખની વસ્‍તીએ કેટલા કેસ આવ્‍યા તેના આધારે કરાયેલ ગણત્રી સાચી પરિસ્‍થિતી દર્શાવી શકે.

(4:11 pm IST)