મુખ્ય સમાચાર
News of Tuesday, 20th April 2021

દિલ્હીમાં કોરોના બેકાબુ :ઓક્સીજનની અછતનું સંકટ : કેજરીવાલે કહ્યું હવે થોડો ઓક્સીજન બચ્યો

કેજરીવાલે કહ્યું – “દિલ્હીમાં ઓક્સિજનનું ગંભીર સંકટ છે.

નવી દિલ્હી ;દિલ્હીમાં કોરોનાની ગતિ બેકાબૂ છે, બીજી તરફ હોસ્પિટલમાંથી કોરોના દર્દીઓની સારવાર માટે સતત ઓક્સિજનની માંગ કરવામાં આવી રહી છે. જો કે ઓક્સિજનના અભાવને કારણે, પરિસ્થિતિ ખૂબ ગંભીર બની છે.દિલ્હીમાં ઓક્સીજનની અછતના સંકટ અંગે કેજરીવાલે કહ્યું હવે થોડો ઓક્સીજન બચ્યો છે.

  દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલે કેન્દ્ર સરકારને તાકીદે રાજધાનીની હોસ્પિટલોમાં ઓક્સિજન આપવાની અપીલ કરી હતી. તેમણે કહ્યું કે દિલ્હીની કેટલીક હોસ્પિટલોમાં ઓક્સિજન ફક્ત થોડા કલાકો માટે જ બચ્યો છે. સીએમ કેજરીવાલે કહ્યું – “દિલ્હીમાં ઓક્સિજનનું ગંભીર સંકટ છે. હું ફરીથી કેન્દ્ર સરકારને અપીલ કરું છું કે દિલ્હીને ઓક્સિજન આપવામાં આવે. કેટલીક હોસ્પિટલોમાં, ફક્ત થોડા કલાકોનો ઓક્સિજન બાકી રહ્યો છે.”

દિલ્હીના  નાયબ મુખ્યપ્રધાન મનીષ સિસોદિયાએ કેન્દ્ર સરકારને આ અંગે પગલાં લેવા કહ્યું હતું. સિસોદિયાએ કહ્યું કે, અન્ય રાજ્યોમાંથી દિલ્હીમાં ઓક્સિજન પહોંચાડવાની મંજૂરી નથી અપાઈ રહી. તેમણે કહ્યું કે ઓક્સિજનને લગતી તમામ હોસ્પિટલોમાંથી ફોન આવી રહ્યા છે. જુદા જુદા રાજ્યોમાંથી ઓક્સીજનનો સપ્લાય અટકાવવામાં આવી રહ્યો છે. ઓક્સિજનના સપ્લાય અંગે રાજ્યો વચ્ચે જંગલરાજ ન થવું જોઇએ, આ માટે કેન્દ્ર સરકારે ખૂબ સંવેદનશીલ અને સક્રિય રહેવું પડશે.

(9:38 pm IST)