મુખ્ય સમાચાર
News of Friday, 20th May 2022

આમ્રપાલી બિલ્ડર પર CBI નો સિકંજો : 230 કરોડ રૂપિયાનો બેંક ફ્રોડનો કેસ નોંધાયો : નોઈડા અને ગ્રેટર નોઈડામાં 42,000 ફ્લેટ બનાવવાનું વચન આપ્યું હતું : ફ્લેટની ડિલિવરી સમયસર ન થવા પર ફ્લેટ ખરીદનારાઓએ સુપ્રીમ કોર્ટમાં ફરિયાદ કરી હતી

ન્યુદિલ્હી : નોઈડા અને ગ્રેટર નોઈડા પ્રદેશમાં વચનબદ્ધ ફ્લેટની ડિલિવરી સમયસર ન થવા પર આમ્રપાલી ફ્લેટ ખરીદનારાઓના એક જૂથે સુપ્રીમ કોર્ટમાં ફરિયાદ કરી હતી. આમ્રપાલીએ 42,000 ફ્લેટ બનાવવાનું વચન આપ્યું હતું.
સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (CBI) એ આમ્રપાલી લેઝર વેલી ડેવલપર્સ પ્રાઈવેટ લિમિટેડ અને તેના ડિરેક્ટર અનિલ શર્મા અને અન્ય કેટલાક લોકો વિરુદ્ધ રૂ. 230 કરોડથી વધુની કથિત બેંક છેતરપિંડીનો કેસ નોંધ્યો છે.
CBI અધિકારીઓએ શુક્રવારે જણાવ્યું હતું કે કંપનીએ કથિત રીતે બેંક ઓફ મહારાષ્ટ્ર અને આંધ્ર બેંક સાથે રૂ. 230 કરોડની છેતરપિંડી કરી છે. FIR મુજબ, આ બેંકોએ ઉત્તર પ્રદેશમાં ગ્રેટર નોઈડાના ટેક ઝોન-4 વિસ્તારમાં 1.06 લાખ ચોરસ મીટરના પ્લોટ પર રહેણાંક મકાન વિકસાવવા માટે લોન મંજૂર કરી હતી.
કંપની લોનની ચૂકવણી કરવામાં નિષ્ફળ રહી, જેના પગલે 31 માર્ચ, 2017ના રોજ તેના ખાતાને નોન-પર્ફોર્મિંગ એસેટ જાહેર કરવામાં આવ્યું. બેંક ઓફ મહારાષ્ટ્રની ફરિયાદમાં આરોપ લગાવવામાં આવ્યો છે કે આ વલણના કારણે બેંકને 230.97 કરોડ રૂપિયાથી વધુનું નુકસાન થયું છે.તેવું એચ.ટી.એચ.દ્વારા જાણવા મળે છે.

(6:31 pm IST)