મુખ્ય સમાચાર
News of Monday, 20th June 2022

કર્ણાટકમાં હિજાબનો વિવાદ અટકવાનું નામ નથી લેતો : હિજાબ પહેરવાની મંજૂરી નહીં મળતા પાંચ મુસ્લિમ વિદ્યાર્થીનીઓએ કોલેજ પાસે લિવિંગ સર્ટિફિકેટની માંગણી કરી : હિજાબ પહેરવાની છૂટ હોય તેવી કોલેજમાં પ્રવેશ મેળવશે

કર્ણાટક : કર્ણાટકમાં હિજાબનો વિવાદ અટકવાનું નામ નથી લઈ રહ્યો. હવે હમ્પનકટ્ટામાં પાંચ મુસ્લિમ વિદ્યાર્થીનીઓએ યુનિવર્સિટી કોલેજમાંથી ટીસી માંગી છે. નોંધપાત્ર વાત એ છે કે આ કોલેજે વર્ગખંડમાં વિદ્યાર્થીનીઓ માટે હિજાબ પહેરવા પર પ્રતિબંધ મૂક્યો છે. મુસ્લિમ યુવતીઓએ તેનો જોરદાર વિરોધ કર્યો હતો.

 
કોલેજના પ્રિન્સિપાલ અનસૂયા રાયે જણાવ્યું કે પાંચ મુસ્લિમ વિદ્યાર્થિનીઓએ તેમની પાસે ટીસી માટે અપીલ કરી છે. જેથી તેઓ એવી શાળાઓમાં પ્રવેશ લઈ શકે જ્યાં હિજાબ પહેરવાની છૂટ છે. જોકે તેમનો પત્ર અધૂરો છે તેથી વિદ્યાર્થિનીઓને નવો પત્ર લાવવાની સૂચના આપવામાં આવી હતી. પ્રિન્સિપાલે કહ્યું કે છોકરીઓ હજી નવો પત્ર લઈને આવી નથી.

તાજેતરમાં, મેંગલોર યુનિવર્સિટીના વીસીએ જાહેરાત કરી હતી કે યુનિવર્સિટી મુસ્લિમ વિદ્યાર્થીનીઓ માટે વિશેષ વ્યવસ્થા કરશે જેઓ હાઈકોર્ટના નિર્દેશો અનુસાર ડ્રેસ કોડ પહેરવા માટે સંમત નહીં થાય.

દરમિયાન, તમામ અંડરગ્રેજ્યુએટ વર્ગો ઓનલાઈન મોડમાં લેવામાં આવ્યા છે. તેની પાછળનું કારણ એ આપવામાં આવ્યું છે કે કેમ્પસમાં મૂલ્યાંકનની કામગીરી ચાલી રહી છે. પ્રિન્સિપાલે જણાવ્યું કે કેટલીક ગર્લ સ્ટુડન્ટ્સ સિવાય અંડરગ્રેજ્યુએટની તમામ 44 મુસ્લિમ વિદ્યાર્થિનીઓ અભ્યાસ કરી રહી છે અને ક્લાસમાં હાજરી આપી રહી છે.તેવું એચ.ટી.એચ.દ્વારા જાણવા મળે છે.

(5:55 pm IST)