મુખ્ય સમાચાર
News of Tuesday, 20th July 2021

રાજ કુન્દ્રા દોષિત ઠરે તો કડક સજા થઈ શકે : પોર્નોગ્રાફી કેસમાં થઈ છે ધરપકડ

જો કોર્ટ આરોપીને દોષિત ઠેરવે તો તેણે અનેક વર્ષો સુધી જેલમાં સડવું પડે છે

નવી દિલ્હી,તા.૨૦: મુંબઈ પોલીસની ક્રાઈમ બ્રાન્ચે અભિનેત્રી શિલ્પા શેટ્ટીના પતિ અને ઉદ્યોગપતિ રાજ કુંદ્રાની ધરપકડ કરી છે. કુંદ્રા વિરુદ્ઘ આ વર્ષે ફેબ્રુઆરીમાં પોર્નોગ્રાફિક કન્ટેન્ટ બનાવવાનું અને તેને એપના માધ્યમથી પ્રસારિત કરવાના મામલે કેસ દાખલ થયો હતો. આ મામલે તેમની ધરપકડ કરવામાં આવી છે. આવા કેસમાં મોટાભાગે આરોપી વિરુદ્ઘ આઈટી એકટ અને આઈપીસીની કલમો હેઠળ કેસ દાખલ થાય છે. જો કોર્ટ આરોપીને દોષિત ઠેરવે તો તેણે અનેક વર્ષો સુધી જેલમાં સડવું પડે છે.

પોર્નોગ્રાફી અને પોર્નોગ્રાફિક કન્ટેન્ટ મામલે આપણો કાયદો ખુબ કડક છે. આ પ્રકારના કેસમાં આઈટી એકટની સાથે સાથે ઈન્ડિયન પીનલ કોડ એટલે કે આઈપીસીની અનેક કલમો હેઠળ ગુનો દાખલ થાય છે. ઈન્ટરનેટનું ચલણ અને આધુનિક ટેકનોલોજી વિકિસત થયા બાદ આઈટી એકટમાં પણ સંશોધન કરવામાં આવ્યું હતું. જેથી કરીને આજના સમયમાં આ પ્રકારના કેસમાં દોષિત ઠરનારા વ્યકિતને આકરી સજા થઈ શકે.

ઈન્ટરનેટના માધ્યમથી અશ્લીલતાનો વેપાર ખુબ ફેલાઈ રહ્યો છે. આવામાં પોર્નોગ્રાફી એક મોટો વેપાર બની ગઈ છે. જેના દાયરામાં એવા ફોટા, વીડિયો, ટેકસ્ટ, ઓડિયો અને સામગ્રી આવે છે જે યૌન કૃત્યો અને નગ્નતા પર આધારિત હોય. આવી સામગ્રીને ઈલેકટ્રોનિક ઢબે પ્રકાશિત કરવા, કોઈને મોકલવી, કોઈ બીજા દ્વારા પ્રકાશિત કરવી  કે મોકલવા પર એન્ટી પોર્નોગ્રાફી લો લાગૂ થાય છે.

બીજાના નગ્ન કે અશ્લીલ વીડિયો તૈયાર કરનારા કે આવા એમએમએસ બનાવનારા કે ઈલેકટ્રોનિક માધ્યમોથી તેને બીજા સુધી પહોંચાડનારા કે કોઈની મરજી વિરુદ્ઘ અશ્લીલ સંદેશ મોકલનારા લોકો આ કાયદાના દાયરામાં આવે છે. પોર્નોગ્રાફી પ્રકાશિત, પ્રસારિત કરવી અને ઈલેકટ્રોનિક માધ્યમોથી બીજા સુધી પહોંચાડવી ગેરકાયદેસર છે. પરંતુ તેને વાંચવું, જોવું કે સાંભળવું ગેરકાયદેસર ગણાતું નથી. જયારે ચાઈલ્ડ પોર્નોગ્રાફી જોવી પણ ગેરકાયદેસર છે.

તેના હેટળ આવનારા કેસમાં આઈટી (સંશોધન) કાયદા ૨૦૦૮દ્ગક કલમ ૬૭(એ) અને આઈપીસીની કલમ ૨૯૨, ૨૯૩, ૨૯૪, ૫૦૦, ૫૦૬ તથા ૫૦૯ હેઠળ સજાની જોગવાઈ છે. ગુનાની ગંભીરતાને જોતા પહેલી ભૂલ પર પાંચ વર્ષ સુધીની જેલની સજા કે ૧૦ લાખ રૂપિયા સુધીનો દંડ થઈ શકે છે. પરંતુ બીજીવાર ભૂલ પકડાય તો જેલની સજા ૭ વર્ષ સુધી વધી શકે છે.

(10:10 am IST)