પશ્ચિમ બંગાળમાં વધુ એક ભાજપ કાર્યકર્તાની હત્યા કરી ઝાડ ઉપર લટકાવી દીધો: અત્યાર સુધીમાં ૧૩૮ કાર્યકર્તાની હત્યા: આવતીકાલે વિરોધ દેખાવો
પશ્ચિમ બંગાળના ઉત્તર દિનાજપુર વિસ્તારમાં ભાજપના ૫૨ વર્ષીય કાર્યકર દેવેશ બર્મનનો મૃતદેહ ઝાડ પર લટકતો મળી આવ્યો હતો.
પરિવારે દાવો કર્યો હતો કે, દેવેશ સોમવારથી ગુમ હતો અને મંગળવારે સવારે ઘરથી ૫૦૦ મીટર દુર ગીચ વસ્તીવાળા વિસ્તારમાં ઝાડ પર તેનો મૃતદેહ લટકતો જોવા મળ્યો હતો.તેની સાયકલ પણ નજીકથી મળી આવી હતી. પરિવારનો દાવો છે કે, દેવેશને મારીને ઝાડ પર લટકાવી દેવાયો છે, જેથી લોકોની આંખમાં ધૂળ નાંખી શકાય. આ સ્પષ્ટપણે મર્ડર છે.
બંગાળ ભાજપના પ્રવક્તાનુ કહેવુ છે કે, પંચાયત ચૂંટણથી વિધાનસભા ચૂંટણી વચ્ચે ભાજપના ૧૩૮ કાર્યકરોની હત્યા થઈ ચુકી છે. ૨ મેથી અત્યાર સુધીમાં અઢી મહિનામાં આઠના ખૂન કરાયા છે. આવતીકાલે ભાજપના કાર્યકરો રાજ્યમાં ધરણા કરશે. લોકોને ડરાવવા માટે મૃતદેહોનો ઝાડ પર લટકાવવામાં આવી રહ્યા છે.