મુખ્ય સમાચાર
News of Tuesday, 20th July 2021

ફ્રાન્‍સ સરકારે પેગાસસ જાસુસી કાંડની તપાસ માટે સમિતીની રચના કરીઃ ફ્રાન્‍સના 1000 લોકો અને 30 પત્રકારો સહિત મીડિયા કર્મચારીઓને ટાર્ગેટ કરાયા હોવાનું ખુલ્‍યુ

આંતરરાષ્ટ્રીય મીડિયા કંપનીઓએ જે ખુલાસો કર્યો છે તેના જણાવ્યા પ્રમાણે લગભગ 1000 ફ્રાન્સના લોકોને ટાર્ગેટ કરાયા હતા તેમાં 30 પત્રકાર સહિત બીજા પણ મીડિયાકર્મીઓ સામેલ છે.

મોરક્કોની એજન્સી દ્વારા પેગાસસ દ્વારા લગભગ 1000 લોકોને ફોન ટેપ કરાયા

મોરક્કોની એજન્સી દ્વારા પેગાસસ દ્વારા લગભગ 1000 લોકોને ફોન ટેપ કરાયા હતા. સ્થાનિક મીડિયામાં આવેલી ખબર અનુસાર આ તપાસમાં જે કંપની લાગી છે તેની સાથે જોડાયેલા એક પત્રકારનો પણ ફોન હેક કરાયો હતો.

કેમ શંકાના દાયરામાં છે સરકાર?

પેગાસસ એક મેલવેયર છે. આ ઈઝરાયલી ફોર્મ NSO ગ્રુપ બનાવે છે. આતંકવાદીઓને ટ્રેક કરવા માટે આને બનાવવામાં આવે છે. તે કોઈ ખાનગી કંપનીઓને સોફ્ટવેર નહીં વેચતી. આની સપ્લાય ફક્ત સરકારોને જ થાય છે. આજ કારણે સરકાર  આ મામલામાં સીધા સંડોલાયેલા હોવાનો વિપક્ષે દાવો કર્યો છે. આ સ્પાઈવેર એન્ડ્રોયડ અને આઈફોનને હેક કરી લે છે. આની મદદથી હેકર્સને સ્માર્ટફોનનું સંપૂર્ણ એક્સેસ મળે છે.

શું કહે છે કંપની?

ઈઝરાયલી કંપની NSO ગ્રુપે પોતાની પેગાસસ સોફ્ટવેરને લઈને થયાલા ખુલાસા પર નિવેદન જારી કર્યુ છે. કંપનીનું કહેવું છે કે ફોરબિડેન સ્ટોરીજની રિપોર્ટ ખોટી ધારણાઓ અને અપુષ્ટ સિદ્ધાંતોથી ભરેલી છે. આ નિવેદનમાં ઈઝરાયલની આ સાઈબર ઈન્ટેલિજેન્સી કંપનીએ કહ્યું કે રિપોર્ટમાં કોઈ તથ્યાત્મક આધાર નથી અને આ સત્યથી વેગળી છે. કંપની મૂજબ એવું લાગે છે કે કોઈ અજ્ઞાત સૂત્રોએ ખોટી જાણકારી પુરી પાડી છે. તેમણે કાયદાકિય પગલા ભરવાની પણ વાત કરી છે.

(5:01 pm IST)