મુખ્ય સમાચાર
News of Saturday, 20th August 2022

સરહદ પર ટકરાવ વચ્ચે ભારત અને ચીન જલ્દી એક સાથે સૈન્ય અભ્યાસમાં ભાગ લઇ શકે !

રશિયામાં વોસ્તોક 2022 સૈન્ય અભ્યાસમાં ભારત ભાગ લેશે : પાકિસ્તાન પણ સુરક્ષા સાથે જોડાયેલા એક અભ્યાસમાં ભાગ લેવા માટે ઓક્ટોબરમાં ભારત આવી શકે

નવી દિલ્હી: શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન (SCO) હેઠળ ઓક્ટોબરની આસપાસ ભારતમાં આંતરરાષ્ટ્રીય આતંકવાદ વિરોધી અભ્યાસ યોજાય તેવી શક્યતા છે. આ આયોજન હરિયાણાના માનેસરમાં થાય તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે.

સરહદ પર ટકરાવ વચ્ચે ભારત અને ચીન જલ્દી એક સાથે સૈન્ય અભ્યાસમાં ભાગ લઇ શકે છે. આટલુ જ નહી કહેવામાં આવી રહ્યુ છે કે પાકિસ્તાન પણ સુરક્ષા સાથે જોડાયેલા એક અભ્યાસમાં ભાગ લેવા માટે ઓક્ટોબરમાં ભારત આવી શકે છે. રશિયામાં વોસ્તોક 2022 સૈન્ય અભ્યાસમાં ભારત ભાગ લેશે. આ પહેલા ત્રણ દેશોએ રશિયામાં થયેલા જાપદ અભ્યાસમાં પણ ભાગ લીધો હતો.

શાંઘાઇ સહયોગ સંગઠન (SCO) હેઠળ ભારતમાં ઓક્ટોબરની આસપાસ આંતરરાષ્ટ્રીય આતંકવાદ વિરોધી અભ્યાસ થઇ શકે છે. શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે કે હરિયાણાના માનેસરમાં આ આયોજિત થઇ શકે છે. સાપ્તાહિક બ્રીફિંગ દરમિયાન પાકિસ્તાનના વિદેશ પ્રવક્તા આસિમ ઇફ્તિખારે દેશના સામેલ થવાની વાતની જાણકારી આપી છે.

ખાસ વાત આ છે કે આ વર્ષે ભારત SCO RATS એટલે કે રીઝનલ એન્ટી ટેરરિજમ સ્ટ્રક્ચરની અધ્યક્ષતા કરી રહ્યુ છે. સાથે જ પાકિસ્તાન, ભારત, રશિયા અને સેન્ટ્રલ એશિયન રિપબ્લિક્સ (CARs) પણ ક્ષેત્રીય વ્યવસ્થાનો ભાગ છે.

ચીને પૃષ્ટી કરી દીધી છે કે તેમના સૈનિક વોસ્તોક 2022 સૈન્ય અભ્યાસમાં ભાગ લેશે. બારતના 75 સભ્યોનું દળ પણ તેમાં સામેલ થવા માટે તૈયાર છે અને એક વખત તારીક પાક્કી થયા બાદ તે વ્લાદિવોસ્તોક માટે રવાના થઇ જશે. વોસ્તોક અબ્યાસ 30 ઓગસ્ટથી 5 સપ્ટેમ્બર વચ્ચે યોજાઇ શકે છે, જેમાં બેલારૂસ માંગોલિયા અને તાજિકિસ્તાન સામેલ થશે.

આ પહેલા વર્ષ 2021માં ભારતે રશિયામાં જાપદ અભ્યાસામં ભાગ લીધો હતો જેમાં પાકિસ્તાન અને ચીન સહિત 17 દેશ સામેલ થયા હતા. આ અભ્યાસ રશિયાની પશ્ચિમી સીમા પર થયો હતો.

(8:54 pm IST)