મુખ્ય સમાચાર
News of Saturday, 20th August 2022

બિહારના સીએમ નીતિશ કુમારના હેલિકોપ્ટરનું ગયામાં ઈમરજન્સી લેન્ડિંગ

ખરાબ હવામાનના કારણે તેમના હેલિકોપ્ટરનું ઈમરજન્સી લેન્ડિંગ કરવું પડ્યું હતું. બિહારમાં ઓછા વરસાદને કારણે ઘણા જિલ્લાઓમાં ખેડૂતોનો પાક બરબાદ થઇ ગયો હતો.જેના કારણે સીએમ નીતીશ દુષ્કાળની સ્થિતિની સમીક્ષા કરવા જઈ રહ્યા હતા

પટણાઃ બિહારમાં ઓછા વરસાદને કારણે ઘણા જિલ્લાઓમાં ખેડૂતોનો પાક બરબાદ થઇ ગયો હતો. જેના કારણે સીએમ નીતીશ દુષ્કાળની સ્થિતિની સમીક્ષા કરવા જઈ રહ્યા હતા. સીએમ નીતીશ ગયામાં ઉતર્યા બાદ જિલ્લા વહીવટીતંત્ર એક્શનમાં આવી ગયું. ત્યારબાદ સીએમ રોડ માર્ગે પટના પરત ફરી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી હતી. ગયાના ડીએમ ડૉ. ત્યાગરાજને જણાવ્યું કે ખરાબ હવામાનના કારણે સીએમનું હેલિકોપ્ટર ગયામાં લેન્ડ કરવામાં આવ્યું છે.

મળતી માહિતી મુજબ બિહારના સીએમ નીતિશ કુમારના હેલિકોપ્ટરનું ગયામાં ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું. સમાચાર આવ્યા છે કે આ પગલું ખરાબ હવામાનના કારણે લેવામાં આવ્યું હતું. આ દરમિયાન મુખ્યમંત્રી રાજ્યમાં દુષ્કાળની સ્થિતિનો તાગ મેળવવા નીકળ્યા હતા. સૂત્રો દ્વારા જણાવવામાં આવી રહ્યું છે કે કે નીતીશ જહાનાબાદ, અરવાલ સહિત અનેક જિલ્લાના હવાઈ પ્રવાસ માટે રવાના થયા હતા.

દરમિયાન, જેડી(યુ)ની રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠક 29 ઓગસ્ટે યોજાશે. માનવામાં આવી રહ્યું છે કે બેઠકમાં વર્તમાન રાજકીય સ્થિતિ પર ચર્ચા થઈ શકે છે.

(11:55 am IST)