મુખ્ય સમાચાર
News of Wednesday, 20th October 2021

આ તે માણસ કે હેવાન ? : 16 વર્ષીય સગીર પુત્રી ઉપર વારંવાર બળાત્કાર કરી ગર્ભવતી બનાવી દીધી : ડીએનએ ટેસ્ટને આધારે સગીર પુત્રીનું સંતાન પિતાના બળાત્કારનું કારણ હોવાનું પુરવાર થયું : પુત્રીને અન્યો સાથે શારીરિક સુખ માણવાની ટેવ હોય તો પણ પિતાને આ માટે અધિકાર મળી જતો નથી : પિતાની દલીલ ફગાવી દઈ કેરળ હાઇકોર્ટે POCSO એક્ટ હેઠળ 12 વર્ષની જેલસજા ફટકારતો ચુકાદો આપ્યો

કેરળ : સગી પુત્રી ઉપર વારંવાર બળાત્કાર કરી ગર્ભવતી બનાવી દેનાર નરાધમ પિતાને કેરળ હાઇકોર્ટે POCSO એક્ટ હેઠળ 12 વર્ષની જેલસજા ફટકારતો ચુકાદો આપ્યો છે.તથા 50 હજાર રૂપિયાનો દંડ કર્યો છે.

ડીએનએ ટેસ્ટને આધારે સગીર પુત્રીનું સંતાન પિતાના બળાત્કારનું કારણ હોવાનું પુરવાર થયું હતું. પિતાએ બચાવમાં જણાવ્યું હતું કે પોતાની પુત્રીને અન્યો સાથે શારીરિક સુખ માણવાની  ટેવ છે.જેના અનુસંધાને નામદાર કોર્ટે જણાવ્યું હતું કે એવું હોય તો પણ પિતાને આ માટે અધિકાર મળી જતો નથી .પિતા પુત્રીનો રક્ષક ગણાય તેને બદલે તેણે ખુદે અધમ કૃત્ય આચર્યું છે. જે કોઈપણ સંજોગોમાં માફ કરી શકાય નહીં.

માણસ હોવા છતાં હેવાન જેવું કામ કરનાર આરોપી પિતાને કોર્ટે 12 વર્ષની જેલસજા ફટકારતો ચુકાદો આપ્યો હતો.તથા 50 હજાર રૂપિયાનો દંડ કર્યો છે તેવું બી.એન્ડ બી.દ્વારા જાણવા મળે છે.

(8:40 pm IST)