મુખ્ય સમાચાર
News of Wednesday, 20th October 2021

ફજેતી થતા ચીન ભુરાયુ બન્યું : યુએન પ્રોગ્રામમાં મહિલા અધિકારીનું મોં બંધ કરાવવા છેલ્લી કક્ષાએ ઉતરી આવ્યું

નેશન્સ ટ્રાન્સપોર્ટ કોન્ફરન્સમાં બની અજીબ ઘટના: ભારતે સખ્ત વિરોધ નોંધાવ્યો

નવી દિલ્હી :  ચીની રાજધાની બેઈજિંગમાં ગયા અઠવાડિયે આયોજિત સંયુક્ત રાષ્ટ્ર પરિવહન સંમેલનના આયોજનમાં એક અજીબ ઘટના બની હતી. મીડિયા રિપોર્ટ અનુસાર  ભારતે ચીનના મહત્વકાંક્ષી પ્રોજેક્ટ બેલ્ટ એન્ડ રોડ ઈનિશિએટિવ અને સેપક પ્રોજેક્ટનો જોરદાર વિરોધ કર્યો હતો જે સમયે ભારતીય અધિકારી પ્રિયંકા સોહની ચીન યોજનાનો વિરોધમાં ભાષણ આપી રહ્યા હતા ત્યારે અચાનક માઈક બંધ થઈ ગયું હતું અને ત્યાર બાદ તેમની પછીના અધિકારીને બોલવા માટે આમંત્રિત કરાયા હતા. 

સોહનીએ કહ્યું, "અમે શારીરિક સંપર્ક વધારવા ની આંતરરાષ્ટ્રીય સમુદાયની આકાંક્ષા વહેંચીએ છીએ. અમારું માનવું છે કે તેનાથી બધાને સમાન અને સંતુલિત રીતે મેક્રોઇકોનોમિક લાભ થશે." તેમણે કહ્યું, "આ પરિષદમાં બીઆરઆઈનો થોડો ઉલ્લેખ છે. અહીં, હું કહેવા માંગુ છું કે જ્યાં સુધી ચીનના બીઆરઆઈનો સવાલ છે, અમે તેનાથી અસમાન રીતે પ્રભાવિત થયા છીએ. કહેવાતા ચીન-પાકિસ્તાન ઇકોનોમિક કોરિડોર (સીપીઇસી)માં તેનો સમાવેશ ભારતની સાર્વભૌમત્વમાં દખલ કરે છે.

ભારતીય અધિકારીને બોલતા અટકાવવા માટે માઈક બંધ કરાયું હોવાની ચર્ચા છે જોકે ચીને તેને ટેકનીકલ ખામી ગણાવી હતી.પરંતુ તેને ભારતનો અવાજ દબાવવા માટે આવું કરાયું હોવાનું જોવાઈ રહ્યું છે. બાદમાં યુએન અંડર સેક્રેટરી જનરલ લિયુ ઝોનમિને પ્રિયંકા સોહનીને તેમનું ભાષણ ચાલુ રાખવાનું જણાવ્યું હતું. ભારતે આ ઘટનાનો વિરોધ નોંધાવ્યો છે. 

(10:22 pm IST)