મુખ્ય સમાચાર
News of Friday, 20th November 2020

નગરોટા ઓપરેશન બાદ સેના પ્રમુખની ચેતવણી : LoC પાર કરનાર આંતકવાદીને જીવતો નહીં રહો

ભારતમાં ધુસણખોરી કરવા માટે બોર્ડર પાર કરનારને ઠાર મારવામાં આવશે.

જમ્મુકાશ્મીરના નગરોટામાં આજે  આર્મીએ જૈશ એ મોહમ્મદના 4 આતંકવાદીઓને ઠાર કર્યા બાદ ભારતીય સેના પ્રમુખ જનરલ એમએમ નવરણેએ કહ્યું હતું કે લાઈન ઓફ કન્ટ્રોલને પાર કરવાની કોશિશ કરનાર આતંકવાદીને જીવતો નહીં છોડવામાં આવે. તેમણે કહ્યું હતું કે આ સંદેશ પાકિસ્તાન અને તેના આતંકવાદીઓ માટે સ્પષ્ટા કરે છે કે ભારતમાં ધુસણખોરી કરવા માટે બોર્ડર પાર કરનારને ઠાર મારવામાં આવશે.

સેના પ્રમુખ જનરલ નરવણે કે ચોખાની ગુણીઓથી ભરેલા ટ્રકમાં આતંકવાદીઓ વિરુધ્ધ ઓપરેશનને સફળ બનાવવા માટે આર્મીના જવાનોના ભરપુર વખાણ કર્યાહતા અને કહ્યું હતું કે, જમ્મુ અને કાશ્મીર પોલીસ તેમજ અર્ધસૌનિક દળો વચ્ચે ખૂબ સારો તાલમેલ જોવા મળ્યો છે. કારણકે આર્મીમાટે આ એક સફળ ઓપરેશન રહ્યું છે. આતંકવાદીઓની બાતમી મળ્યા બાદ SSG અને CRPF થઈ ગયા હતા અને સવારે સૈનિકો તેમજ આતંકવાદીઓ વચ્ચે ફાઈટ થઈ હતી. જો કે આતંકવાદીઓ માર્યા ગયા હતા અને આ પાક. સામે આ એક શીખ જ છે. કે ભારતમાં જે આવશે તે મરાશે

(12:00 am IST)