મુખ્ય સમાચાર
News of Friday, 20th November 2020

ચીન ભારતને પોતાનુ કટ્ટર હરીફ માને છે

અમેરિકી રીપોર્ટમાં દાવોઃ ડ્રેગન અમેરિકાના મિત્ર દેશો સાથે સંબંધો બગાડવા માગે છે

નવી દિલ્હી, તા. ૨૦ :. ભારત અને ચીન વચ્ચે છેલ્લા ૬ મહિનાથી લડાખ સ્થિત બોર્ડર પર ટેન્શન પ્રવર્તી રહ્યુ છે. આ દરમિયાન અમેરિકી વિદેશ વિભાગના એક રીપોર્ટમાં એવુ જણાવવામાં આવ્યુ છે કે ચીની શાસન ઉભરતા ભારતને હરીફ તરીકે નિહાળે છે એટલુ જ નહિ તે અમેરિકા, તેના નજીકના સાથીઓ અને અન્ય લોકતંત્રની સાથે ભારતના સંબંધો પણ બગાડવાના પ્રયાસોમાં લાગ્યુ છે. રીપોર્ટમાં એવુ પણ જણાવાયુ છે કે ચીન સુપર પાવર તરીકે હવે અમેરિકાની જગ્યા લેવાના પ્રયાસમાં છે.

હાલમાં જ અમેરિકાના વિદેશ મંત્રીએ ભારત સહિત અનેક દેશોની મુલાકાત લીધી હતી. તે પછી આ રીપોર્ટ બહાર આવ્યો છે.

વિદેશ વિભાગના નીતિ દસ્તાવેજમાં જણાવાયુ છે કે ચીન ઉભરતા ભારતને હરીફ તરીકે નિહાળે છે અને આર્થિક રીતે ભારતને પોતાની સાથે જોડવા માટે મજબુર કરવા પ્રયાસ કરે છે. આ દરમિયાન તે ભારતના અમેરિકા, જાપાન, ઓસ્ટ્રેલીયા અને અન્ય દેશો સાથેના કુટનીતિક સંબંધો ખરાબ કરવામાં લાગ્યુ છે.

ચીન અત્યારે દુનિયાભરના અનેક દેશોમાં સુરક્ષા, સ્વાયતતા અને આર્થિક હીતોને નજરઅંદાજ કરી રહ્યુ છે. ૭૦ પાનાના આ રીપોર્ટમાં જણાવાયુ છે કે અમેરિકા અને દુનિયાના કેટલાક અન્ય દેશોમાં ચીનની પાવર કોમ્પીટીશન જેવા ઈરાદા પ્રત્યે જાગૃતતા વધી છે. આમ છતા કેટલાક જ ચીનની દુનિયાના દરેક વિસ્તારમાં ઘુસણખોરીના પ્રયાસોને નિહાળી રહેલ છે.

ચીન દરેક ક્ષેત્રમાં વિવિધ દેશો પર પ્રેસર લાવી પોતાનુ વર્ચસ્વ સાબિત કરવા માગે છે.

(9:41 am IST)