મુખ્ય સમાચાર
News of Friday, 20th November 2020

કર્ફયુ અંગે સાંજ સુધીમાં નિર્ણય : રેમ્યા મોહન

શું લોકોને ફરી ઘરોમાં કેદ કરશે કોરોના ?

કોરોનાના કેસો વધ્યા છે, પરંતુ તેની ગતિ ધીમી છે : લોકો ગભરાય નહિં : આપણી પાસે વેન્ટીલેટર, બેડ, હોસ્પિટલ, ઓકિસજન, ડોકટર સ્ટાફ પુરતો ઉપલબ્ધ છે : લોકો ખાસ એલર્ટ રહે

રાજકોટ, તા. ૨૦ : અમદાવાદમાં કોરોનાના કેસનો રાફડો ફાટતા જે રીતે ૫૭ કલાકનો કર્ફયુ નખાયો તે જ રીતે રાજકોટમાં પણ કોરોનાના કેસો વધી રહ્યા હોય કલેકટરે આજે પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યુ હતું કે રાજકોટ શહેર - જિલ્લામાં સાંજ સુધીમાં કર્ફયુ નાખવુ કે નહિં તે અંગે નિર્ણય લેવાઇ જશે.

તેમણે જણાવ્યુ હતું કે રાજકોટમાં કોરોનાના કેસો વધ્યા છે. પરંતુ તેની ગતિ ધીમી છે. તાજેતરમાં તહેવારો ગયા તેમાં જે ભીડ ઉમટી, લોકો બહાર નીકળ્યા તેના કારણે કેસો વધ્યા હોય તેવુ લાગે છે. આપણી પાસે પુરતા બેડ, વેન્ટીલેટર, ઓકિસજન વગેરે પુરતી સુવિધા ઉપલબ્ધ છે. લોકો માસ્ક પહેરે, સેનેટાઈઝર રાખે, સોશ્યલ ડિસ્ટન્સ રાખે તે હવે અત્યંત જરૂરી બની ગયુ છે. કર્ફયુ અંગે તેમણે બીજી વાર કહ્યુ કે તેઓ અધિકારીઓ સાથે ચર્ચા કર્યા બાદ જ આ નિર્ણય લેવાશે. લોકો ગભરાય નહિં પણ સાવચેતી રાખે તે અત્યંત જરૂરી બની છે. આ લખાય છે ત્યારે કલેકટર રેમ્યા મોહનને અધિકારીઓ સાથે મંત્રણા ચાલુ છે.

(3:03 pm IST)