મુખ્ય સમાચાર
News of Friday, 20th November 2020

મોસમની પહેલી બરફવર્ષા માણવા પર્યટકો ઉમટયા

 સીમલામાં ગુરૂવારે લાહોલ સ્પિતી ખાતે થયેલ હળવી બરફવર્ષાનો આનંદ લુંટવા પર્યટકો ઉમટી પડયા હતા. સીસુ અને અટલ સુરંગ રોહતાંગ સુધી લોકો અને વાહનોની હલચલ જોવા મળી હતી. હિમાચલમાં પડેલ બરફથી તાપમાનમાં જોરદાર ઘટાડો જોવા મળી રહ્યો છે. મોસમની પહેલી બરફ વર્ષાનો આનંદ માણવાની ઇચ્છા લોકો રોકી શકયા નહોતા. કાળઝાળ ઠંડીમાં પણ ગરમ વસ્ત્રોમાં ઢબુરાઇને લોકો આનંદ લુંટવા લટાર મારવા નિકળી પડયા હતા.

(2:50 pm IST)